બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ચોમાસુ કેવી રીતે આગળ વધે છે તેના પર નજર રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 10:49  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું શેરખાનમાં રિટેલ બિઝનેસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હેમાંગ જાની પાસેથી.


હેમાંગ જાનીનું કહેવુ છે કે ચોમાસુ કેવી રીતે આગળ વધે છે તેના પર નજર રહેશે. અર્નિંગ સ્તરે રીવાઈવલ જોવા ન મળે ત્યાં સુધી સ્ટોક સ્પેસીફિક અપ્રોચ. વેલ્યુએશનવાઈસ આપણે હાલમાં સસ્તા છીએ. પર્ફોમ કરતા સ્ટોકમાં ખરીદીની સલાહ છે. પીએસયુ બેન્કમાં એસબીઆઈની કામગીરી સુધરી રહી છે. પીએસયુ બેન્કમાં એસબીઆઈની કામગીરી સુધરી રહી છે.


હેમાંગ જાનીના મતે એનબીએફસીએસમાં બજાજ ફાઈનાન્સ, એચડીએફસી પર જ ધ્યાન રાખવું જોઈએ. ટીસીએસ, એલટીઆઈ, ઈન્ફોસિસ પર ધ્યાન વધારવું જોઈએ. ફાર્મા કંપનીઓ યુએસ સંબંધિત સમસ્યા નીવારવામાં નિષ્ફળ રહી છે. કરન્સી પર થનાર ઉતારચઢાવની અસર IT કંપનીઓ પર ચોક્કસ પડી રહી છે.


હેમાંગ જાનીના મુજબ રૂપિયાની વધારે પડતી મજબૂતાઈ આઈટી સ્ટોક માટે નેગેટિવ. સ્ટીલ સેક્ટર માટે જીએસટીમાં પગલા લેવાય તો તેનો ચોક્કસ ફાયદો થશે. ચોમાસુ આગામી બે સપ્તાહ સારુ રહેશે તો તેની કન્ઝમ્પશન પર સારી અસર થશે. એફએમસીજી સેક્ટરમાં વાસ્તવિક ગ્રોથ ઘણો ઓછો છે.