બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સારા વળતર માટે લાર્જકેપ સ્ટોક પર નજર રાખો: મિહીર વોરા

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 11:20  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે બજારે જોરદાર શરૂઆત કરી છે. નિફ્ટી 11000 ના મહત્વના સ્તરને પાર કરવામાં કામયાબ થયા છે જ્યારે સેન્સેક્સ રિકૉર્ડ ઊંચાઈ પર પહોંચવામાં કામયાબ થયા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના ડિરેક્ટર અને સીઆઈઓ મિહીર વોરા પાસેથી.

મિહીર વોરાનું કહેવુ છે કે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીઓના સારા પરિણામ આવતા દેખાશે. ઓપેક પર અમેરિકાનું દબાણ રહેતા ક્રુડની ચાલ જાણવી મુશ્કેલ છે. ક્રુડ 70-75 ડોલરની વચ્ચે રહે તો ભારતીય અર્થતંત્ર માટે સારુ છે. અમેરિકાના કોર્પોરેટ અર્નિંગ સારા રહેતા આઈટી ખર્ચ વધતો જોવા મળશે.

મિહીર વોરાના મતે ખાનગી સેક્ટરની બેન્ક, NBFCs પર અમારો પોઝિટિવ વ્યુ છે. ગ્રામીણ વિકાસ પર સરકાર ભાર મૂકતી હોઈ કન્ઝમ્પશન સેક્ટર સારા લાગે છે. મિડકેપ અને સ્મોલ કેપમાં સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખવો જોઈએ. સારા અને મક્કમ વળતર માટે લાર્જકેપ સ્ટોક પર મદાર રાખવો જોઈએ. ચૂંટણીનું વર્ષ હોઈ સરકારની નીતિ ગ્રાહક લક્ષી રહેશે.

મિહીર વોરાના મુજબ એમએસપીની જાહેરાતના પગલે 40-50 bps મોંઘવારી વધવાની શક્યતા વચ્ચે વ્યાજ દર વધુ એકવાર વધી શકે. ફાર્મા સેક્ટરમાં હવે ધીરે ધીરે પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. ફાર્મા સેક્ટરમાં ગુણવત્તા નિયંત્રણની સમસ્યા હતી જે હવે ઘટતી દેખાય છે. ફાર્મા સેક્ટરમાં પ્રાઈસીંગ પ્રેશર રહેશે. ઈન્ફ્રામાં અમે કન્સ્ટ્રક્શન કંપની પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ.