બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

રોકાણ કરવા સમયે 3-5 વર્ષનો ગાળો મનમાં રાખો: અમિષ મુનશી

ના રોજ પ્રકાશિત Tue, 19, 2020 પર 11:48  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિન્સોલ ઇન્વેસ્ટમેન્ટના ડિરેક્ટર અમીષ મુનશી પાસેથી.

અમિષ મુનશીનું કહેવુ છે કે માર્કેટમાં અનિશ્ચિતતા છે એટલે રેન્જબાઉન્ડ રહેશે. સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે. દરરોજ સ્થિતિને જોઇને નિર્ણય લેવો જરૂરી છે. હવે ફરી અર્થતંત્રને પાટા પર લાવવાના પ્રયત્નો કર્યા છે.

અમિષ મુનશીના મતે રોકાણકારો પાસે ધીરજ હોવી ખુબ જરૂરી છે. રોકાણ કરવા સમયે 3-5 વર્ષનો ગાળો મનમાં રાખો. ભારત માટે આ તક બહુ મહત્વની છે. ભારત ઇક્વિટી અને FDI માટે આકર્ષક જગ્યા બની જશે.

અમિષ મુનશીના મુજબ પહેલા માગ જીવન જરૂરી વસ્તુઓ પર વધશે. આર્થિક ગતિવિધિ ચાલુ થશે તો સ્થિર થતા 2 મહિનાનો સમય તો લાગશે જ. ઑટોમાં ટુ-વ્હીલર અને સેકન્ડ હેન્ડ વ્હીકલની માગ વધશે તેવું અનુમાન છે.