બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

કોર્પોરેટ ટેક્સ કટનો ફાયદો લાંબાગાળે જોવા મળશે: હેમાંગ જાની

ના રોજ પ્રકાશિત Wed, 25, 2019 પર 10:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.7 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું શેરખાનમાં રિટેલ બિઝનેસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હેમાંગ જાની પાસેથી.

હેમાંગ જાનીનું કહેવુ છે કે રોકાણ માટે લાંબા ગાળાનો સેક્ટરનો અભિગમ મેળવવો જરૂરી છે. કોર્પોરેટ ટેક્સ કટનો લાભ માર્કેટ પહેલેથી જ અપનાવી લેશે. કોર્પોરેટ સેક્ટરને સેન્ટીમેન્ટ બૂસ્ટરની જરૂરત હતી તે સરકારે આપ્યું છે. કોર્પોરેટ ટેક્સ કટનો ફાયદો આ ત્રિમાસિકથી જોવા મળશે. કોર્પોરેટ ટેક્સ કટનો ફાયદો લાંબાગાળે જોવા મળશે.

હેમાંગ જાનીના મતે જોબ ગ્રોથ સાથે ફીલ ગૂડ માટે સરકારે સમજીને ટેક્સ કટના પગલા લીધા છે. ઉંચા ટેક્સ ચૂકવતી કંપનીને સૌથી મોટો લાભ રેટ કટનો મળશે. રેટ કટનો લાભ એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, બ્રિટાનિયા, એચયુએલજેવી કંપનીને થશે. ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ રિવાઇવ થતા કેપિટલ ગુડ્સ કંપનીઓને ફાયદો થશે.

હેમાંગ જાનીના મુજબ રિવાઈવલને સમય લાગી શકે છે માટે રોકાણ હાલમાં મોકૂફ રાખવું હિતાવહ નથી. ઈન્વેસ્ટમેન્ટ સાયકલ રિવાઈવ થતા પૉઝિટીવ અસર લાર્જકેપ સ્ટોક પર પડશે. મહાનગર ગેસ, આઈજીએલ, પેટ્રોનેટ એલએનજી, ગુજરાત ગેસમાં રોકાણ કરી શકાય.