બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ટૂંકાગાળાના બદલે લાંબાગાળા માટે રોકાણની સલાહ: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 10:32  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11100 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 44 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતિલાલ ઓસવાલ સિક્યોરિટીઝમાં ઇક્વિટી એડવાઇઝરીના વીપી યોગેશ મહેતા પાસેથી.

યોગેશ મહેતાનું કહેવુ છે કે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સ બાદ માર્કેટમાં સુધારો આવ્યો હતો. પ્રાઈસ અર્નિંગ હાલમાં મોડરેટ થઈ રહી છે. દરેક ઘટાડે ખરીદીની સલાહ છે. સ્લોડાઉનથી ગભરાવાની જરૂરત નથી. ટૂંકાગાળાના બદલે લાંબાગાળા માટે રોકાણની સલાહ છે.

યોગેશ મહેતાના મતે Q2ના પરિણામ પણ આ વખતે સ્થિર રહે તેવી ધારણા છે. ઈન્ડસઈન્ડ બેન્કમાં 1200ના ભાવે રોકાણની સલાહ છે. કોર્પોરેટ ટેક્સ કટની અસર Q3થી જોવા મળશે. ગ્લોબલ હેડવિન્ડના કારણે મેટલ સેક્ટરની કંપની નિરાશ કરશે.

યોગેશ મહેતાનુ માનવુ છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં દરેક સેક્ટરમાં નરમાશ જોવા મળી. PSU બેન્કમાં થઈ રહેલા મર્જરથી નફાશક્તિમાં ખાસ કોઈ ફરક નહિ આવે. PSU બેન્કમાં થઈ રહેલા મર્જરથી એસેટ ક્વૉલિટીમાં સુધારો શક્ય છે. PSU બેન્કથી હાલ દૂર રહેવાની સલાહ છે. SBI, BOBમાં ખરીદીની સલાહ છે.