બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

હાલના ઘટાડાને ખરીદી તક તરીકે જોવી: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 06, 2020 પર 11:30  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહની શરૂઆતના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટ હાલ સેન્સિટિવ છે. હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી લાગી રહી. પરંતુ હાલની સ્થિતિ માર્કેટ માટે પણ સારી નથી. અત્યારે માર્કેટમાં થોડું ચેતીને રહેવું જોઈએ. માર્કેટમાં રિકવરી આવશે ત્યારે બેન્કમાં પહેલા વધારો આવશે.


દેવેન ચોક્સીના મતે બેન્ક અને ફાઈનાન્સના સારા સ્ટોકમાં રોકાણ કરવું. સારો બેન્ક અને ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂટ માટે સારો સમય આવશે. હાલના ઘટાડાને ખરીદી તક તરીકે જોવી જોઈએ. આવા સમયમાં સરકાર આયાત ઓછી નથી કરી શકતી. સોનામાં સરકાર પગલા લઈને આયાત ઓછી કરી શકે છે.


દેવેન ચોક્સીનું માનવુ છે કે ક્રૂડ જરૂરિયાતની વસ્તુ હોવાથી તેની આયાત ન ઘટાડી શકાય. સરકારે લીધેલા પગલા ઘણાં હકારાત્મક છે. ભારતમાં નાણાં આવતા રહેશે. કૉમોડિટીની વધતા ભાવ કામ ચલાઉ નકારાત્મક સંકેત છે. ભારતીય IT કંપનીઓનું ફોકસ US-યુરોપમાં વધુ છે.


દેવેન ચોક્સીના મુજબ લાંબાગાળાના રોકાણકારોએ ITમાં હાલમાં ભારણ વધારવાની જરૂર નથી. હાલની સ્થિતિની સૌથી વધુ અસર મિડકેપ પર આવશે. વધતું ક્રૂડ અને ઉંચા ભાવની કૉમોડિટી મિડકેપને અસર કરે છે. સર્વિસ સેક્ટર સાથે જોડાયેલી મિડકેપ કંપનીને અસર નહીં આવે.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે RBIના પગલાને કારણે 4 લાખ કરોડની લિક્વિડિટી આપી છે. લિક્વિડિટી હાલમાં બજારમાં પૂરતા પ્રમાણમાં છે. બેન્કોનો પૈસા આપવામાં વિશ્વાસ ઘટી ગયો છે. લિક્વિડિટી વધુ છે એટલે વ્યાજદરમાં કાપ આવશે.