બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

નિફ્ટીનો ઈન્ડેક્સ જોઈને માર્કેટમાં રોકાણ કરવું હિતાવહ નથી

ના રોજ પ્રકાશિત Tue, 26, 2019 પર 10:39  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 12100 ની પાર છે જ્યારે સેન્સેક્સમાં 206 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ-નિફ્ટી 0.5 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું રેલિગેર કેપિટલ માર્કેટ્સના એમડી અને સીઈઓ ગૌતમ ત્રિવેદી પાસેથી.

ગૌતમ ત્રિવેદીનું કહેવુ છે કે માર્કેટમાં હાલ ઓવરઓલ પરિણામ સારા નથી રહ્યાં. અમેરિકામા જે પ્રમાણે રેટ કટ થઈ રહ્યા છે તેના હિસાબે એફઆઈઆઈનો ઈનફ્લો આવ્યો. ભારતમાં આ માસમાં જ એફઆઈઆઈ દ્વારા ₹15 હજાર કરોડ આવ્યા છે,ઈનફ્લો ચાલુ રહેશે.

ગૌતમ ત્રિવેદીના મતે પ્રાઇવેટ સેક્ટર્સ બેન્કમાં રોકાણની સલાહ છે. પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં 20-25%નો દર વર્ષે ગ્રોથ આવે છે. એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક રોકાણ માટે પસંદ. સેબી દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો.

ગૌતમ ત્રિવેદીનું માનવુ છે કે નિફ્ટીનો ઈન્ડેક્સ જોઈને માર્કેટમાં રોકાણ કરવું હિતાવહ નથી. એનસીએલટીમાં મામલાનો ઉકેલ આવતા વાર લાગી રહી છે. એસબીઆઈ, બીઓબી સિવાયના પીએસયુ બેન્ક સ્ટોક ટ્રેડિંગ સ્ટોક છે. એનસીએલટીમાં મામલાનો ઉકેલવા માટે ઘણા જજની જરૂરત છે.

ગૌતમ ત્રિવેદીના મુજબ દલાલ પેઢી ગ્રાહકના શૅરને પ્રોપેરેટરી ખાતાથી જુદા નહોતા રાખતા તે ખોટુ કહેવાય. સેબી ડીએચએફએલ, આઈઆઈએફએલમાં કોર્પોરેટ ગવર્નન્સ બરાબર ન હતું તે જાણે છે. નબળી કંપનીઓ આ માર્કેટમાં આઈપીઓ કરી નહીં શકે.