બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજેટમાં ઘણા સારા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા: પ્રદિપ શાહ

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં જ નિફ્ટી 10600 ની નીચે લપસી ગયો, તો સેન્સેક્સમાં 500 અંકોથી વધારાનો ઘટાડો જોવાને મળ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ઇન્ડએશિયા ફંડ એડવાઇઝર્સના ફાઉન્ડર અને ચૅરમૅન પ્રદિપ શાહ પાસેથી.

પ્રદિપ શાહનું બજેટમાં ઘણા સારા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. હેલ્થકેર માટે પીએમ દ્વારા સારી જાહેરાત, પરંતુ અમલિકરણમાં શંકા છે. આગામી ખરીફ પાકની એમએસપી વધારવામાં આવી છે તે ચિંતાનો વિષય છે. બજેટમાં કામદારોને કોન્ટ્રેક્ટ પર રાખવા માટે માર્ગ સરળ કરવામાં આવ્યો.

પ્રદિપ શાહના મતે પ્રધાનમંત્રીએ એલટીસીજી લાદીને પોતાના નિયમોનું ઉલ્લંઘન કર્યું. એલટીસીજીના વિચારમાં ખરાબી નથી પરંતુ તેના અમલીકરણમાં ખરાબી. તેલના ભાવ વધતા તેની વિપરીત અસર આપણી ઈકોનોમી પર પડશે. મોદી સરકારે ઈઝ ઓફ લિવિંગ પર હવે ધ્યાન આપવું જોઈએ.

પ્રદિપ શાહના મુજબ બેન્ક ખાતા સાથે આધાર લિન્કેજ ખરેખર અઘરુ છે. કરન્સીમાં ઘસારો આવશે તો તેનો લાભ નિકાસલક્ષી કંપનીને થશે. હેલ્થ પ્રોટેક્શન સ્કીમમાં 50 કરોડ લોકો આવરવાશે. ટીબી દર્દીઓને દર મહીને 500 રૂપિયાની સહાય.