બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ ઓગસ્ટમાં નેરો રેન્જમાં અથડાયા કરે તેવી ધારણા: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે નિફ્ટી 10100 ની નજીક દેખાય રહ્યા છે. જ્યારે સેન્સેક્સે 37140 ઊપર છે. સેન્સેકસ 185 અંક ઉછળો છે તો નિફ્ટી 50 અંક વધ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે યુએસ-ચીન વચ્ચેના પૉઝિટીવ પગલાની ભારતીય બજાર પર સારી અસર છે. 15ઓગસ્ટની ઉજવણી બાદ સરકાર ટેક્સેશન સંબંધિત સમસ્યાનુ નિવારણ કરી શકે. US-ચીન વચ્ચેના સંબંધ કૂણા પડવા છતા ગ્લોબલ માર્કેટમાં સાવધાની.


દેવેન ચોક્સીના મતે FII હાલ તેના નાણા પાછા ખેંચી રહ્યા છે તે વાત અસામાન્ય છે. માર્કેટ ઓગસ્ટમાં નેરો રેન્જમાં અથડાયા કરે તેવી ધારણા છે. કોઈપણ કંપની NCLTનો માર્ગ અપનાવે ત્યારે તેનું 1 વર્ષ ખરાબ જાય છે. ટેરિફ વોર કે ટ્રેડ વોર સંબંધિત દરેક પોઝિટિવ વણાંક આવકાર્ય છે.


દેવેન ચોક્સીના મુજબ US પાસે ઉત્તમ ટેક્નોલોજી, શિક્ષણ છે જ્યારે એશિયા પાસે શ્રેષ્ઠ સેવા, આ બંનેનો સમ્નવય જરૂરી. રીયલ એસ્ટેટની ઓથોરિટી જેમ કે BMCમાં પણ મોટા ફેરફાર લાવવા જોઈએ. રીયલ એસ્ટેટમાં પેપર યુઝ અને રેન્ટલ પોલિસી આવે તો આ ક્ષેત્રમાં સુધારો.