બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં આવતા ઉતાર-ચઢાવ સારા બિઝનેસમાં રોકાણની તક: વિકાસ ખેમાણી

ના રોજ પ્રકાશિત Tue, 08, 2019 પર 10:21  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં બજારની ચાલ સુસ્ત જોવામાં આવી રહી છે. નિફ્ટી 10756 પર જોવામાં આવી રહ્યા છે જ્યારે સેન્સેક્સ 35820 ની નજીક દેખાય રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કાર્નેલિયન કેપિટલ એડવાઇઝર્સના ફાઉન્ડર વિકાસ ખેમાણી પાસેથી.

વિકાસ ખેમાણીનું કહેવુ છે કે 2018નું વર્ષ વોલેટાઈલ રહ્યું હતું. 2019 ઘણી અનિશ્ચિતતા સાથે શરૂ થયું છે. ફેડ દ્વારા વ્યાજદર વધારાની અસર દરેક માર્કેટ પર પડશે. વૈશ્વિક ગ્રોથ ધીમી પડવાની અસર પણ દરેક માર્કેટ પર પડશે.

વિકાસ ખેમાણીના મતે સ્લોડાઉનને લીધે ક્રૂડના ભાવ નહીં વધે. સ્લોડાઉનને લીધે અન્ય કૉમોડિટીના ભાવ પણ નીચા રહેશે. આ બધી બાબતો ભારત માટે સારી છે. બીજા હાફમાં સ્થિર ગ્રોથ જોવા મળશે. માર્કેટમાં આવતા ઉતાર-ચઢાવ સારા બિઝનેસમાં રોકાણમાં તક આપે છે. આ વર્ષે લાંબાગાળાના રોકાણકારો માટે ઉત્તમ રહેશે.

વિકાસ ખેમાણીના મુજબ ત્રીજા ત્રિમાસિકમાં વધારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. આવા કિસ્સામાં કોર્પોરેટ અર્નિંગ્સ ઓછા થયા હોય છે. સારી કંપનીના ખરાબ પરિણામ આવે તે રોકાણની તક છે. કોર્પોરેટ ફેસિંગ બેન્કમાં સારા રોકાણની તક છે. ધીમે ધીમે પ્રાઈવેટ કેપેક્સમાં વધશે.

વિકાસ ખેમાણીનું માનવુ છે કે વ્યાજદર ફેડના વધારા પર આધારિત રહેશે. મોંઘવારી, ક્રૂડ રૂપિયો બધુ જ ભારતની તરફેણમાં છે. આવનારી પોલિસીમાં વ્યાજદરમાં કાપ ન આવે. આવતા વર્ષોમાં એક-બે વાર વ્યાજદરમાં કાપ આવી શકે.

વિકાસ ખેમાણીનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ ભારતમાં રોજગાર અને અન્ય વસ્તુઓ માટે જરૂરી છે. રિયલ એસ્ટેટ લોંગ ટર્મ સ્ટ્રક્ચર ગ્રોથ માટે તૈયાર થઈ રહ્યું છે. સારી કંપનીઓ આવનારા વર્ષમાં સારું રિટર્ન આપશે. રોકાણ માટે રિયલ એસ્ટેટ સેક્ટર સારું લાગી રહ્યું છે.

વિકાસ ખેમાણીવનું મતે જીએસટી ઘટશે એટલે થોડી માગમાં તો વધારો થશે. રિયલ એસ્ટેટની ડિમાન્ડ સ્થિર રહીને વધતી રહેશે. એક્ઝિક્યુશન કરી શકાનારા બિલ્ડર સારું પર્ફોમ કરશે. ઓર્ગેનેાઈઝ કોર્પોરેટ પ્લેયરમાં રોકાણ કરી શકાય.

વિકાસ ખેમાણીના મુજબ કોર્પોરેટને લોન આપતી પ્રાઈવેટ બેન્ક સારું પર્ફોર્મ કરશે. જનરલ અને લાઈફ ઈન્શ્યોરન્સમાં પણ રોકાણ કરી શકાય. મેન્યુફેક્ચરિંગમાં પણ ચીનના સ્લોડાઉનને કારણે સારી તક છે. ડિસ્ક્રેશનરી અને નોન ડિસ્ક્રેશનરી કન્ઝ્યુમરમાં સ્ટોક્સમાં રોકાણ કરી શકાય. મોટે ભાગની સરકારી બેન્કો ગવર્નન્સના ઈશ્યુથી પીડાઈ છે. ગવર્નન્સના સુધરે ત્યાં સુધી તેમાં ફંડામેન્ટલ કોઈ ફેરફાર આવવાના નથી. સરકારી કરતા પ્રાઈવેટ સેક્ટર કોર્પોરેટ બેન્કમાં રોકાણ કરવું.

વિકાસ ખેમાણીનું માનવુ છે કે એનબીએફસીમાં એએલએમનો મિસમેચ આવ્યો હતો. એનબીએફસીના ગ્રાહકો બેન્ક કરતા અલગ હોય છે. હવે ખરાબ સમાચારો એનબીએફસીમાં નથી રહ્યા. સારી કંપનીઓ માર્કેટમાંથી નાણાં મેળવી શકશે. નાની એનબીએફસીએસમાં તકલીફ પડતી દેખાશે.

વિકાસ ખેમાણીનું કહેવુ છે કે ગ્લોબલ માગ સુધરતા આઈટીમાં વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્લોડાઉન સમયે આઈટી કંપનીની ગાઈડન્સ પર નજર રહેશે. આઈટી ઐતિહાસિક વળતર આ વર્ષે ન આપી શકે. માંગ કેટલી વધે છે તેના પર કન્ઝ્યુમર સેક્ટરોનો આધાર છે. છેલ્લાં બે વર્ષમાં માગ અને કિંમતની સ્થિતિ સુધરી છે. 2019માં કરન્સીનો સપોર્ટ નહીં મળે કારણ કે તે નબળી છે.

વિકાસ ખેમાણીના મતે ગ્રામિણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધુ દેખાશે. આને કારણે ગ્રામિણમાં ફોકસ કરતા સેક્ટરમાં સુધારો જોવા મળશે. ડિસ્ક્રેશનરી સ્ટોક્સ ગયા વર્ષના પહેલા હાફ કરતા સારું પર્ફોમ કરી રહ્યા છે. ચૂંટણીને કારણે નોન ડિસ્ક્રેશનરી સેગમેન્ટમાં પણ બૂસ્ટ જોવા મળશે. હાલમાં વેલ્યુએશન સારા છે અને ખરીદી કરી શકાય.

વિકાસ ખેમાણીના મુજબ દેવા માફી ક્યારેય યોગ્ય નથી. આ નાણાંથી ગ્રામિણ વિસ્તારમાં કન્ઝમ્પશન વધે છે. અમુક એફએમસીજી સ્ટોક્સને આનાથી ફાયદો થશે. દેવા માફીને કારણે ફિસ્કલ પર અસર ન પડવી જોઈએ. ડરવાની જરૂર નથી, ભારતના વિકસતા અર્થતંત્રમાં વિશ્વાસ રાખવા જોઈએ. આ રોકાણનું વર્ષ છે જેનું વળતર આવનારા સમયમાં દેખાશે. લોકો ગભરાયેલા હોય છે ત્યારે જ ખરીદીની તક હોય છે.