બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજાર થયું મોંઘુ, સતર્ક થઈને લાગવશો પૈસા

ના રોજ પ્રકાશિત Mon, 08, 2018 પર 12:50  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારની આગળની ચાલ અને દિશા પર વાત કરતા માર્કેટ એક્સપર્ટ ઉદયન મુખર્જીનું કહેવુ છે કે ગયા વખતે નિફ્ટી, નિફ્ટી બેન્કની તેજીમાં થાક દેખાઈ રહ્યો હતો. હાલની આ તેજી ફક્ત ભારતીય બજાર પૂરતી મર્યાદિત નથી. ડાઓ જોન્સના ઇતિહાસમાં સૌથી ઝડપી 1000 પોઇન્ટ્સની તેજી આવી છે. ગ્લોબલ મોમેન્ટમને લીધે એફઆઈઆઈએસ વેચવાલી પણ ઘટી છે. 10,500ને પાર બ્રેક-આઉટ મળી ગયું છે. ફાર્મા ઉપરાંત બેન્કમાં પણ તેજી દેખાઈ રહી છે. લાંબાગાળાના રોકાણકારોએ થોડા સતર્ક રહેવું જોઈએ.

ઉદયન મુખર્જીના મતે ફાર્મામાં વેલ્યુએશન બોટમ થઈ ગયું છે. જોકે એક કંપનીને લગતા ખરાબ સમાચારથી સમગ્ર સેક્ટરને ફટકો પડે છે. ફાર્મામાં વોલેટાલિટી વધુ છે, જેને ધ્યાનમાં રાખવી જોઈએ. લ્યુપિન, સન ફાર્મા જેવા સારા સેન્ટિમેન્ટ્સના સ્ટૉક્સ પસંદ કરવા જોઈએ. સારા સમાચારની પોઝિટિવ અસર અને રિકવરી જોવા મળી રહી છે. જોકે ફાર્મામાં સતત તેજી દેખાય એવા સંકેત ઓછા છે. 2017 કરતાં 2018 ફાર્મા માટે સારું વર્ષ લાગે છે.

ઉદયન મુખર્જીના મુજબ રૂપિયો મજબૂત થાય તો માર્કેટનો મૂડ સુધરે છે. જો કે અમુક સેક્ટર્સ પર રૂપિયાની મજબૂતીની નેગેટિવ અસર થાય છે. 65 થી 63 સુધી રૂપિયો ખૂબ જ ઝડપથી મજબૂત થયો છે. નિકાસ કરનારા સેક્ટર્સ અને આઈટી પર નેગેટિવ અસર રહેશે. ગ્લોબલ મોમેન્ટમ મજબૂત હોવાથી એફઆઈઆઈએસ દ્વારા સતત ખરીદી છે. એફઆઈઆઈએસની ખરીદીથી પણ કરન્સી માર્કેટ પર પોઝિટિવ અસર છે.

ઉદયન મુખર્જીનું કહેવુ છે કે ગ્રામ્ય વિસ્તારને સંકળાયેલા સેક્ટર્સ પર સતત પોઝિટિવ મત છે. ખેડૂતોની નારાજગી દૂર કરવા પર સરકાર વધુ ફોકસ રાખશે. 2019ને જીતવા માટે સરકારે રૂરલ સેગ્મેન્ટ પર ફોકસ વધારવું પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સરકારના મુખ્ય ફોકસમાં છે. રેલવેમાં પણ સરકાર મોટી યોજનાની ઘોષણા કરી શકે. જો કે આ વખતે પણ લાંબાગાળાના મૂડીનફાની ચર્ચા છે, જે જોવું પડશે.