બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

પરિણામો અને વિદેશી રોકાણના ફ્લો પર માર્કેટની ચાલ નક્કી થશે

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘરેલૂ બજારે આજે જોરદાર શરૂઆત કરી છે. શરૂઆતી કારોબારમાં નિફ્ટી 11000 ની ઊપર પહોંચ્યા જ્યારે સેન્સેક્સ 36760 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ડીએસપી ઇન્વેસ્ટમેન્ટ મૅનેર્જસના પ્રેસિડેન્ટ કલ્પેન પારેખ પાસેથી.

કલ્પેન પારેખનું કહેવુ છે કે બજેટની અસર ટૂંકાગાળાની હોય છે. સરકારે નાણાંકીય ખાધને અત્યાર સુધી અંકુશમાં રાખી છે. ખેડૂતોને રાહતની જરૂર હતી અને સરકારે તે આપી છે. પરિણામો અને વિદેશી રોકાણના ફ્લો પર માર્કેટની ચાલ નક્કી થશે. અમેરિકન માર્કેટ છેલ્લાં ઘણાં વર્ષોમાં પોઝિટિવ રહ્યા છે.

કલ્પેન પારેખના મતે ભારતમાં સ્થાનિક રોકાણકારો દર મહિને રૂપિયા 6000થી 8000 કરોડનો ફ્લો આવે છે. ભારતમાં છેલ્લાં 6-7 વર્ષમાં અર્નિંગ્સ ગ્રોથ વધુ નથી થયો. કોઈક ને કોઈક સેક્ટરને કારણે માર્કેટના અર્નિંગ્સ પર અસર પડે છે. બેન્કોમાં એનપીએની ઓળખ થઈ છે એટલે તેની આવકમાં વધારો થશે.
કલ્પેન પારેખનું માનવુ છે કે બેન્કોના અર્નિંગ્સ માર્કેટના અર્નિંગ્સને આવનારા સમયમાં ડ્રાઈવ કરશે. ભારતના ગ્રોથ મુજબ માર્કેટને અર્નિંગ્સને મળતા નથી. મિડકેપમાં કરેક્શન બાદ હવે ખરીદી શકાય એવી કિંમતે કંપનીઓ પહોંચી છે. અર્નિંગ્સ અને વેલ્યુએશન વચ્ચે સુમેળ જોવા નથી મળતો.

કલ્પેન પારેખના મુજબ કોર્પોરેટ બેન્ક્સમાં અર્નિંગ્સ સુધરશે એવી આશા છે. ભારતમાં છેલ્લાં 10 વર્ષથી કન્ઝમ્પશન થીમ જ ચાલી રહી છે. કન્ઝમ્પશન અને ફાઈનાન્શિયલ સેક્ટર બન્ને સારું પર્ફોમ કરતા રહેશે. સરકારે હજુ સુધી કેપેક્સ માટે પૂરતું ભંડોળ આપ્યું નથી. કેપેક્સને હજુ વાર લાગી શકે છે.

કલ્પેન પારેખનું કહેવુ છે કે બેન્કોની બેલેન્સશીટ સુધરશે એટલે કેપેક્સ માટે ધિરાણ કરવાનું શરૂ થશે. વ્યાજદર સ્થિર રહે અથવા ઘટે તેવી અપેક્ષા છે. વ્યાજદર વધુ લાંબા સમય સુધી નીચે રાખી શકાય નહીં.