બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજારમાં જોખમો, ચેતવણી થી કરો રોકાણ: ઉદયન મુખર્જી

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘણા લોકો પીએસયૂ બેન્કથી નિરાશ છે. પીએસયૂ બેન્ક આગળ ઘણા મોટા ખુલાસા થય શકે છે. બેન્ક શૅર્સમાં ટ્રૅડ કરી શકાય, રોકાણથી દુર રહેવું છે. બેન્ક નિફ્ટીએ નિફ્ટી માટે મોટી સમસ્યાનું કારણ છે. શુગર શૅર્સથી હાલ દુર રહેવું જોઇએ. શુગર કંપનીઓ બેલેન્સ સીટ ખરાબ છે. લાંબાગાળા માટે રોકાણથી હાલ દુર રહેવું જોઇએ. માર્કેટમાં લિક્વીડિટી ખુબ વધારે છે. મિડકેપના સેન્ટિમેન્ટ ખરાબ થય ગયા છે. નિફ્ટી બેન્કમાં વેચવાલી જોવા મળી રહી છે.


બેન્ક નિફ્ટીથી નિફ્ટીને આગળ વધવામાં અવરોધ થય રહ્યો છે. લોકોએ આઈપીઓથી દુર રહેવું જોઇએ. આઈપીઓ લિસ્ટિંગ બાદ ઘટી જાય છે. નાણકિયા વર્ષ 2017માં લિસ્ટિંગમાં લોકોએ રૂપિયા બનાવ્યા છે. આઈપીઓના ભાવ લિસ્ટિંગમાં ઘટવાથી લોકલ રોકાણકાર ડરી રહ્યા છે. આવનાર આઈપીઓથી રોકાણકારે સતર્ક રહેવું જોઇએ. ઇક્વિટી ફંડમાં ફેબ્રુઆરીમાં ગ્રોથ ઇનફ્લો ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં માર્કેટમાં જોરદાર ઘટાડો થયો હતો.


આગળ જતા માર્કેટ વોલેટાઇલ રહેશે. માર્કેટમાં મહિનાનો ઇનફ્લો ઘટ્યો તો ઘટાડો આગળ વધશે. નિફ્ટીમાં 10,000 સ્તર તોડ્યા બાદ ઘટાડો યથાવત રહેશે. એફઆઈઆઈએસનો ભારત વ્યુ નેગેટિવ થય રહ્યો છે. ઘટાડે પ્રોફિટ બુકિંગ કરવું હિતાવહ રહેશે. મેટેલમાં ગત ત્રણ મહિનામાં 20 ટકાનો ઘટાડો થય ગયો છે.


હિન્ડાલ્કો, ટાટા સ્ટીલમાં ટૂંકાગાળે તેજી નહી જોવા મળે છે. મેટલ સાઇકલમાં ગત ચાર ક્વાટરમાં તેજી જોવા મળી હતી. માર્કેટ બ્રોકરેજહાઉસથી ઘણા આગળ છે. મેટલ શૅર્સમાં લોકોએ ધીરે-ધીરે પ્રોફિટ બુકિંગ કર્યું છે. હાલના સમયમાં મેટલ શૅર્સમાં જોખમ નહીં લેવું છે.