બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં વોલેટીલીટી દ્વિ-તરફી છે, ટ્રેડિંગ માટે કપરો સમય

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 10:07  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ એએમસીના સીઈઓ આશિષ સોમૈયા પાસેથી.


આશિષ સોમૈયાનું કહેવુ છે કે માર્જિન્સ પર અસર જોવા મળશે. ટ્રેડવોર, આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે થોડો સંબંધ ખરો પણ હાલમાં સ્થાનિક આંકડા પર વધુ ધ્યાન છે. પીએસયુ બેન્કમાં મર્જર અને કંસોલિડેશન ખરેખર સારા પગલા છે.


આશિષ સોમૈયાના મતે રેટ નીચે આવવાથી એનબીએફસીએસને ફાયદો થશે. અમારૂ બધુ રોકાણ ખાનગી બેન્ક્સ અને એનબીએફસીએસમાં છે. પીએસયુ બેન્કના મર્જર, મૂડીકરણ બાદ બેન્કોની કામગીરી સુધરતી જોઈ નથી. એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લોનના વ્યાજ દર સમાંતર કરાતા તેની બેન્કો પર નેગેટિવ અસર પડી શકે.


આશિષ સોમૈયાનું માનવુ છે કે બેન્કોએ પોતાની નફાશક્તિ જાળવવા માટે ડિપોઝીટના દર પણ ઘટાડવા પડશે. સોનાને લોકો રોકાણ તરીકે નથી જોતા. ઇક્વિટી અને સોનાના ભાવ વિરુદ્ધ દિશામાં જાય છે. માર્કેટમાં મંદી પછી ફરી તેજી આવે છે. માર્કેટમાં મંદી હોય ત્યારે તક રહેલી છે.


આશિષ સોમૈયાના મુજબ માર્કેટમાં વોલેટીલીટી દ્વિ-તરફી છે, ટ્રેડિંગ માટે કપરો સમય છે. ઈકોનોમીમાં સ્લોડાઉન છે તેવો અણસાર પહેલેથી આવી ગયો હતો. છેલ્લા છ માસથી ચાલતી મંદીના બોટમની રાહ જોવાઈ રહી છે. બેન્કો લોન આપવા, વેહિકલવાળા ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છે.