બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ થોડું ઉતાર-ચઢાવવાળું રહેશે: સચિન ત્રિવેદી

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 11:20  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં બજારની ચાલ સુસ્ત જોવામાં આવી રહી છે. નિફ્ટી 10740 ની આસપાસ જોવામાં આવી રહ્યા છે જ્યારે સેન્સેક્સ 36210 ની નજીક દેખાય રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યુટીઆઈ એએમસીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, હેડ ઓફ રિસર્ચ & ફંડ મૅનેજર સચિન ત્રિવેદી પાસેથી.

સચિન ત્રિવેદીનું કહેવુ છે કે US-ચીનનો ગ્રોથ ધીમો પડી રહ્યો છે. માર્કેટ થોડું ઉતાર-ચઢાવવાળું રહેશે. ફેડ દ્વારા મોર્ડરેટ વ્યુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આને કારણે ડોલર ઈન્ડેક્સમાં વધુ રેલી નહીં આવે. યુરોપમાં સ્લોડાઉનના કારણે એક્સપોર્ટ પર અસર પડી હતી. એક્સપોર્ટ આધારીત કંપનીઓ પર અસર પડી શકે છે. ચૂંટણી પર સ્થાનિક માર્કેટની એક્સપર્ટ. ડોલરમાં મોર્ડરેટ વ્યુ રહેશે એટલે એફઆઈઆઈએસનો આઉટફ્લો વધુ જોવા નહીં મળે.

સચિન ત્રિવેદીના મતે ચૂંટણીના છ મહિના પહેલા મોર્ડરેટ રેલી આવે છે. કોઈપણ સરકાર આવે છે ત્યારે ગ્રોથ રેટમાં મોટો ફેરફાર જોવા નથી મળતો. માર્કેટ વધુ ભાર અર્નિંગ્સ પર આપે છે. કૃષિ ઉત્પાદન વધવાને કારણે ખાદ્ય મોંઘવારી દર નીચો રહે છે. સીપીઆઈ વધારે ન વધે તેના પર આરબીઆઈ ધ્યાન આપે છે. ફરી ક્રૂડમાં આવેલી રેલીને કારણે કેડ પર અસર દેખાશે. છ મહિનાની સ્થિતિ કરતા કેડની બાબતમાં આજે સંકેત પોઝિટિવ છે.

સચિન ત્રિવેદીના મુજબ ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંકને સરકાર મેળવી લે તે અપક્ષા છે. સરકાર દ્વારા થતાં કેપેક્સમાં ભવિષ્યમાં ઘટાડો આવી શકે છે. ટુ વ્હીલરમાં કિંમતોમાં વધારો જોવા મળશે. એનબીએફસીએસમાં લિક્વિડિટીની  સમસ્યાને કારણે પણ ઓટો પર અસર પડી. ક્રૂડના ભાવ વધવાને કારણે પણ ઓટો પર અસર પડે છે. કૉમોડિટીના ભાવ નીચે આવ્યા છે તેનો ફાયદો ગ્રાહકોને મળશે. મધ્ય અને લાંબા ગાળા માટે ઓટોનું આઉટલૂક સારું લાગે છે. એનબીએફસીએસમાં એએલએમની સમસ્યા હતી. એચએફસીએસ શોર્ટ ટર્મમાં નાણાં લઈને લાંબાગાળા માટે ધિરાણ કરતી હતી.

સચિન ત્રિવેદીનું માનવુ છે કે ધીરેધીરે મ્યુચ્યુઅલ ફંડ અને બેન્ક એનબીઅફસીએસને ધિરાણ કરી રહી છે. ક્વાર્ટર 3માં એનબીએફસીએસના માર્જિન પર અસર પડી શકે છે. બેન્કોમાં એનપીએની સાયકલ હવે પૂર્ણ થતી જોવા મળી રહી છે. પ્રાઈવેટ સેક્ટર બેન્ક પર વધુ પોઝિટિવ છીએ. પીએસયુએસ બેન્ક પીસીએ હેઠળ છે અને મૂડી પણ નથી. ખાનગી બેન્કોના એનપીએ ઓછા થશે એટલે મૂડી પણ સારી આવશે. આઈટી હાલ સ્થિર ગ્રોથમાં આવ્યું છે. આઈટીના માર્જિન પણ સારા રહેવાનું અનુમાન છે.