બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ હાલમાં રેન્જ બાઉન્ડ રહેશે: દિપક જસાણી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 10:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.3 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ, દીપક જસાણી પાસેથી.દિપક જસાણીનું કહેવુ છે કે એફઆઈઆઈ પાસે ઘણા માર્કેટમાં રોકાણ કરવાનો વિકલ્પ છે. કંપનીના પરિણામના આધારે માર્કટની ચાલ નક્કી થશે. મિડ અને સ્મોલ કેપ સ્ટોક હાલમાં અંડરવેટ રહેશે. માર્કેટ હાલમાં રેન્જ બાઉન્ડ રહેશે. ફરી મોદી સરકાર જ આવશે તે વાતને માર્કેટ પચાવી રહ્યું છે.


દીપક જસાણીના મતે હાલમાં રોકાણ નહિ કર્યું હોય તો હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવો. ચૂંટણીમાં ધાર્યા પરિણામ આવ્યા બાદ પણ ઉછાળે વેચવાલી અપેક્ષીત છે. ઈન્ફોસિસમાં નવા બનેલા સીઈઓ થોડી સાવધાની વર્તી રહ્યા છે. ડીઆઈઆઈએસ ખરાબ સમયમાં ખરીદી કરે છે અને સારા સમયમાં વેચે છે. ગ્લોબલ સ્લોડાઉન લાંબુ ચાલશે તો નિકાસલક્ષી કંપનીથી એફઆઈઆઈ દૂર રહેશે.


દીપક જસાણીનું માનવુ છે કે ચોમાસુ એકવાર સારી રીતે બેસી ગયા બાદ એફઆઈઆઈ અન્ય સેક્ટર તરફ નજર દોડાવે. સરકારના આઈએમડીના હિસાબે ચોમાસુ સામાન્ય રહેશે. ઓટો સેક્ટર માટે મોટા ગ્રોથની અપેક્ષા રાખવી હાલમાં અતિશયોક્તિભર્યું. અર્નિંગ ગ્રોથ આવશે તો શૅર પ્રાઈસ હાઈક જોવા મળી શકે.