હેમાંગ જાનીનું કહેવુ છે કે બજેટ કે પૉલિસીમાં કોઈ નેગેટિવ સરપ્રાઈઝ નથી મળ્યા. જાન્યુઆરીમાં ભારતીય બજારે અંડરપર્ફોર્મ કર્યું છે. કંપનીના પરિણામો ઘણાં સારા રહ્યા છે. બજારમાં હવે વધારો ઘટાડો નહીં આવે. વેચવાલીની તિવ્રતા બજારમાં ઘટે ત્યારે પુલ બેક આવે છે.
હેમાંગ જાનીના મતે હવે બજારમાં સ્થિરતા સાથેની પોઝિટિવ રેલી જોવા મળશે. વ્યાજદર વધારો અનુમાન મુજબ રહ્યો. આગળ વ્યાજદર વધારો અટકશે તેના સંકેત નથી મળ્યા. આ વર્ષે અર્નિંગ્સ ગ્રોથ 14-15%નો રહેશે. આપણું બજાર અત્યારે વ્યાજબી વેલ્યુએશન પર છે.
હેમાંગ જાનીનું માનવું છે કે BFSI સેક્ટરમાં ધ્યાન રાખવું એમાં સૌથી વધુ ગ્રોથ આવશે. ITમાં આ વર્ષે મોટો ઉછાળો દેખાશે. સિમેન્ટ અને ઓટો સેક્ટરમાં સારો ગ્રોથ આવી શકે છે. કેપેક્સ આધારીત સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય છે. હોટલ સેક્ટરમાં પરિણામ સારા આવ્યા છે.
હેમાંગ જાનીના મુજબ ઈન્ડિયન હોટલ, લેમેન ટ્રી, સંવધર્ન વાયરિંગમાં રોકાણ કરી શકાય. ક્રાફ્ટમેન ઓટોમેશન પર અમે કવરેજ શરૂ કર્યું છે. ગ્રામિણ આધારીત કંપનીઓની માગ ઓછી થઈ રહી છે. મેક્રોટેક, શોભા અને પ્રેસ્ટિજમાં રિસ્ક રિવોર્ડ રેશિયો આકર્ષક છે.