બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મિડ અને સ્મોલ કેપમાં પણ ભવિષ્યમાં ફાયદો મળશે: દેવાંગ મહેતા

ના રોજ પ્રકાશિત Tue, 24, 2019 પર 10:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી 0.3 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટમાં કેવા ઉતાર-ચઢાવ રહેશે તે જાણીશુ સેન્ટ્રમ વેલ્થ મૅનેજમેન્ટના હેડ ઓફ ઇક્વિટી એડવાઇઝરી, દેવાંગ મહેતા પાસેથી.


દેવાંગ મહેતાનું કહેવુ છે કે ફેસ્ટિવ સીઝનમાં માગમાં વધારો થવાની આશા છે. ડિમાન્ડ અને સપ્લાઈ બંનેના ઇશ્યૂ દૂર કરવાની જરૂર છે. ઑટો સેક્ટરમાં ટૂ-વ્હીલર્સ માગ ફેસ્ટિવ સિઝનમાં વધશે.


દેવાંગ મહેતાના મતે ઑટોને થોડા કરેક્શન પર રડારમાં રાખી શકાય. સ્ક્રેપેજ પોલીસી આવે તો નવા સેલ્સ માટે એક બૂસ્ટર રહેશે. કોર્પોરેટ ટેક્સમાં બીજુ ક્વાટર મુશ્કેલ, પરંતુ 3-4 ક્વાટરમા સુધારો આવશે.


દેવાંગ મહેતાનું માનવુ છે કે લાર્જકેપમાં માર્કેટ લિડર્સને પહેલા ફાયદો મળે છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ભવિષ્યમાં ફાયદો મળશે. પ્રાઇવેટ બેન્ક, ફાર્મા, પેન્ટ્સ, સિમેન્ટ્સ, કેપિટલ ગુડ્સ સેક્ટર્સ પસંદ છે.


દેવાંગ મહેતાના મુજબ સારા મોન્સુન અને ફેસ્ટિવ સિઝનને કારણે આવનારા 6 મહિનામાં માગ વધશે. ભારત માટે રિસ્ક ફેક્ટર ક્રૂડ અને જિયૉપૉલિટીકલ ચિંતા છે.