બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મિડકેપ આઈટી કંપનીની કામગીરી આગળ જતા સુધરશે: ભાવિન શાહ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 10:15  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં નિફ્ટી 10525 ની નજીક નિકળવામાં કામયાબ થયા જ્યારે સેન્સેક્સમાં 250 અંકોથી વધારાનો ઉછાળો જોવાને મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.75 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સમિક્ષા કેપિટલના ફાઉન્ડર અને પ્રમોટર ભાવિન શાહ પાસેથી.

ભાવિન શાહનું કહેવુ છે કે એલટીસીજી પર ઘણી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. એલટીસીજી થી એમએફના બદલે યુલિપને ફાયદો થશે તેવી ગેરસમજ ઉપજાવવામાં આવી રહી છે. ભારતમાં રહેલી વિકાસની તકના કારણે એફઆઈઆઈનું રોકાણ ચાલુ રહેશે.

ભાવિન શાહના મતે મિડકેપ આઈટી કંપનીની કામગીરી આગળ જતા સુધરશે. નાની આઈટી સર્વિસ સેક્ટરની કંપની માટે બદલાવ કરવો સરળ રહેશે. પીએસયુ બેન્ક કરતા ખાનગી સેક્ટરની બેન્કમાં રોકાણ કરવાની સલાહ છે.