બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આવનારા વર્ષમાં મિડકેપનું પર્ફોર્મ સુધરશે: આશિષ સૌમૈયા

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 10:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ એએમસીના સીઈઓ આશિષ સોમૈયા પાસેથી.


આશિષ સૌમૈયાનું કહેવુ છે કે સરકાર તરફથી જે કટ થયા છે તે સપ્લાઇને લગતા છે. રાજનૈતિક ચર્ચા પણ હવે અર્થતંત્ર પર થઇ રહી છે. આવનારા 3-6 મહિનામાં ગ્રોથમાં રિવાઇવલ જોવા મળશે.


આશિષ સોમૈયાના મતે મિડકેપ આઉટપર્ફોર્મ કરશે તેમ લાગી નથી રહ્યું. કેપેક્સ, NBFCs, રિયલ એસ્ટેટ પર ફોકસ રાખવું. આવનારા વર્ષમાં મિડકેપનું પર્ફોર્મ સુધરશે.


આશિષ સોમૈયાનું માનવુ છે ફાઇનાન્સમાં 20%, રિયલ એસ્ટેટમાં 10% એક્પોઝર રાખવું જોઇએ. ટેલિકોમ કંપનીઓમાં આવતા વર્ષે રિલીફ આવશે.


આશિષ સોમૈયાના મુજબ ઇકોનોમીમાં અને ઑટોની એકબીજા પર અસર મહત્વની છે. ઑટોમાં રિવાઇવલથી અર્થતંત્રમાં સુધારો દેખાશે.