બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

એનબીએફસી પર ફોકસ કરાની જરૂર: સુનિલ સુબ્રમણ્યમ

ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 13:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સુંદરમ મ્યુચુઅલ ફંડના સીઈઓ, સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે આરબીઆઈની પૉલિસી બાદ બજારમાં ફરી સારો ઉછાળો જોવા મળી શકે છે. સેક્ટર માટે આ વખતનું બજેટ ઘણું સારૂ રહ્યું છે. બજેટના કારણે કન્ઝમ્પશન સેક્ટરને સારો સપોર્ટ મળ્યો છે. 30-40 ટકા લાર્જકેપમાં રોકાણ કરવાની સલાહ છે. પ્રાઇવેટ અને રિટેલ બેન્કસ પર અમારો મત પોઝિટીવ બની રહ્યો છે.


સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે એનબીએફસી પર ફોકસ કરાની જરૂર છે, આગળ જતા સારૂ પ્રદર્શન જોવા મળશે. એસઆઈપીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી શકો છો. ત્રણ વર્ષ પછી માર્કેટમાં સારી ગ્રોથ વધતી જોવા મળી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં ઘણી પોઝિટીવીટી જોવા મળી રહી છે. હાઉસિંગ લોનને બેન્કોથી સારો સપોર્ટ મળી શકે છે. એનબીએફસીમાં પણ સાવધાની રાખવી જોઇએ.