બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

નિફટી 10,000ની નીચે નહી સરકે: રાકેશ ઝનઝુનવાલા

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 14:24  |  સ્ત્રોત : CNBC-Bajar

દિવાળી આવી ગઇ છે અને એવામાં રોકાણકારોને રાહ હોય છે એવા મંત્રની જે તેમના પોર્ટફોલિયોમાં જોરદાર રીટર્ન અપાવી શકે. અમારા સહયોગી પ્રદીપ પંડયાએ દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝનઝુનવાલા સાથે એકઝકલુઝિવ વાતચીત કરી જાણો તેમના રોકાણનો ગુરૂ મંત્ર.


રાકેશ ઝનઝુનવાલાનું કહેવુ છે કે નવું શિખર સર કર્યા બાદ બજારે થાક ખાદ્યો છે. ખરાબ માહોલ વચ્ચે પણ બજારનું પ્રદર્શન સારું રહ્યું છે. ચૂંટણી, ટ્રેડ વૉર, રૂપિયો, ક્રુડ દિશા નક્કી કરશે. નિફટી 10,000ની નીચે નહી સરકે. ક્રુડમાં વધારે ઘટાડો આવશે. ક્રુડનું પ્રોડકશન વધી રહ્યું છે, સપ્લાયની ચિંતા નથી.


ટ્રેડ વૉરને લઇને સતર્ક રહેવાની જરૂર છે. યુરોમાં ઘટાડો આવવાનો નક્કી,યુરો તૂટશે તો બજાર ઘટશે. 6-12 મહિનામાં ચીન, EUમાં મોટી મુશ્કેલીની આશંકા નહી. બજારમાં અનિશ્ચતતાનો માહોલ છે. જીડીપી ગ્રોથ 7.5-8 ટકા રહેવાની આશા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર ફરીવાર આવશે. એમપી, છત્તીસગઢમાં ભાજપ આગળ રહેશે.