બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

RBIની પૉલિસીમાં કોઇ ફેરફાર નહીં થાય: આશિષ સોમૈયા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વ્હાઇટ ઓક કેપિટલના CEO, આશિષ સોમૈયા પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 21, 2021 પર 15:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આશિષ સોમૈયાનું કહેવું છે કે ચીનના ડરથી પૈસા ખેંચાઇ તો ભારતને અસર થશે. 1 સપ્તાહ સુધી વૈશ્વિક પરિબળો પર સ્પષ્ટતા નહીં મળી શકે. ટેપરિંગના કારણે માર્કેટમાં ઘણી ગેરસમજ હોય છે. ટેપરિંગ બાદ માર્કેટમાં થોડી ઉંચ-નીચ જરૂર થાય છે. આગળ જતા સ્ટૉક માર્કેટમાં સારી સ્થિરતા જોવા મળશે.


આશિષ સોમૈયાના મતે ટેપરિંગના કારણે માર્કેટની દિશાને લઇને કોઇ ચિંતા નથી. વૈશ્વિક અને સ્થાનિક સ્તર પર લિક્વિડિટી બહૂ જ સારી છે. બે માર્કેટ ભારત અને બ્રાઝિલમાં જ FPIsનો ફ્લો પોઝિટિવ છે. કોવિડ બાદ ભારતમાં FPIsનો ફ્લો સૌથી વધુ રહ્યો છે.  નવા IPOsમાં કોઇ ખોટી કંપની આવી હોય તેવું નથી લાગી રહ્યું.

આશિષ સોમૈયાનું કહેવું છે કે PSU બેન્કની બેલેન્સ શીટ છેલ્લા 5-7 વર્ષમાં ઘણી સુધરી છે. PSU એન્ટરપ્રાઇઝ ઘણી મજબૂત કંપની છે. PSU કંપનીમાં સરકારના હસ્તક્ષેપથી ઘણી મુશ્કેલી થતી હોય છે. છેલ્લા 3-4 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ સાધારણ રોકાણ બની ગયું છે. પહેલા કરતા હવે બધા જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.


આશિષ સોમૈયાના મુજબ હાલ અમારૂ રોકાણ દરેક સેક્ટરમાં ચાલે છે. માર્કેટમાં હજૂ પણ કોઇ મોટું કરેક્શન જોવા નથી મળ્યું. મિડકેપ-સ્મૉલકેપના ઘટાડામાં રોકાણ કરવાની તક છે. બેન્કિંગ સેક્ટરમાં પોઝિટિવ તક બનેલી છે. ઑટો સેક્ટરમાં સારા સંકેત આવે તો રોકાણની તક બનશે. RBIની પૉલિસીમાં કોઇ ફેરફાર નહીં થાય.