બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આ પૉલિસીમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે: યોગેશ ભટ્ટ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું EDHA વેલ્થ LLPના યોગેશ ભટ્ટ પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 12:25  |  સ્ત્રોત : Moneycontrol.com

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે મલ્ટિકેપમાં રોકાણની રણનીતિ છે. હાલમાં લાર્જકેપ કંસોલિડેશનમાં છે. બજાર માટે હાલ વૈશ્વિક અને સ્થાનિક સંકેત મહત્વના છે. લિક્વિડિટી માર્કેટમાં હાલ વધી છે જેના કારણે અસર આવી છે. FIIsની વેચવાલી સામ DIIs ખરીદી રહ્યા છે. લાર્જકેપમાં તેજી આવી ગયા પછી મિડકેપમાં પૈસા આવે છે. હાલમાં મોંઘવારી ઘણી જ વધારે છે.


યોગેશ ભટ્ટના મતે બજારમાં અનલોકની પ્રક્રિયા ફેક્ટરઈન થઈ છે. ઘણાં પરિણામમાં પોઝિટિવ સરપ્રાઈઝ જોવા મળ્યું છે. અનલોકનો ટ્રેડ હાલ ડિસ્કાઉન્ટ થયો હોય એવું લાગે છે. ટેક્સાઈટલ, સ્પેશાલિટી કેમિકલમાં તેજી આવી રહી છે. રિયલ એસ્ટેટમાં પણ સારી તેજી દેખાઈ રહી છે. ITમાં પણ હાલ નજર રાખી શકાય છે.


યોગેશ ભટ્ટનું માનવુ છે કે હાઉસિંગ ફાઈનાન્સમાં માગમાં વધારો જોવા મળી રહ્યો છે. HFCsની બેલેન્સશીટમાં સુધારો જોવા મળી રહ્યો છે. HFCsમાં સારી કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. એન્સીલરી સેક્ટરમાં પણ પેન્ટઅપ ડિમાન્ડ આવી રહી છે. આવનારા સમયમાં આ સેક્ટરમાં પણ સારી તેજી જોવા મળી શકે છે. ઘણી બેન્કોએ રાઈટ ઓફ લીધા છે.


યોગેશ ભટ્ટના મુજબ ક્રેડિટ ગ્રોથ કેટલો આવે છે તેની અસર બેન્ક થશે. એનર્જી અને ફાઈનાન્શિયલ સેક્ટરમાં પ્રદર્શન જોવા નથી મળ્યું. એનર્જી સેક્ટરમાં આવનારા સમયમાં સારી તકો છે. કોમોડિટીમાં પાછલું એક વર્ષ ઘણું સારુ રહ્યું છે. મેટલ સેક્ટરમાં ઘણાં કેપેક્સ પણ આવી શકે છે. ચીનની નીતિઓના કારણે ભારતીય મેટલ સેક્ટરને ફાયદો થયો છે.


યોગેશ ભટ્ટનું કહેવુ છે કે મેટલમાં નવા રોકાણ માટે થોડું સાવચેત રહેવું જોઈએ. મેટલમાં નવા રોકાણ માટે થોડું સાવચેત રહેવું જોઈએ. આ પૉલિસીમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે.