બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આ વર્ષે બજેટ પાસેથી વધુ અપેક્ષા ન રાખવી જોઇએ: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 20, 2020 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે આ વર્ષે બજેટ પાસેથી વધુ અપેક્ષા ન રાખવી જોઇએ. ગત બજેટની જાહેરાતોનું સંપુર્ણ રીતે અમલિકરણ થયું નથી. સરકારની પોલિસી ઘણી સકારાત્મક અને સક્રિય રહી છે. સરકારે નવા સુધારા લાવવા માટે બજેટની રાહ જોઈ નથી.


દેવેન ચોક્સીના મતે બેન્કો કોઈપણ કારણોસર કોર્પોરેટને નાણા નહિ ધીરે તો ગ્રોથ આવવો મુશ્કેલ છે. ઈકોનોમીમાં રહેલા મલ્ટીપલ ટેક્સીસ ઘટાડવાની જરૂરત છે. ટેલીકોમ કંપનીઓ સરકાર પાસેથી AGR દૂર કરાવવામાં નિષ્ફળ રહી.


દેવેન ચોક્સીના મુજબ ટેલીકોમ કંપનીઓ ટેલિફોનની સેવા ના બદલે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા પર ધ્યાન આપી રહી છે. ઈક્વિટી માર્કેટમાં વધતા જતા સટ્ટાકીય કારોબાર પર રેગ્યુલેટરે ધ્યાન આપવુ. ઈક્વિટી પરથી LTCG દૂર થશે તો ચોક્કસ રીતે લાંબાગાળાના રોકાણ આવશે. દરેક રાષ્ટ્ર પોતાના અર્થતંત્રને બચાવવા માટે કામ કરી રહી છે.