બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ પર દિગ્ગજોનો મત

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 10:50  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોની ચાલ સપાટ જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મામૂલી વધારો જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના વિશાલ જાજૂ અને એચડીએફસી સિક્યોરિટીઝના ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચ હૅડ દિપેન શેઠ પાસેથી.

વિશાલ જાજૂનું કહેવુ છે કે ક્વાર્ટર 4ના પરિણામ ઘણા સારા આવ્યા પણ મેક્રો ઈકોનોમી ડહોળાતા તેની અસર દેખાઈ રહી છે. 2018નું વર્ષ વોલેટીલીટીનું રહેશે. ઓટો, ઓટો એન્સીલરી, સિમેન્ટ સેક્ટરના શૅર્સમાં ખરીદીની સલાહ છે.

દિપેન શેઠના મતે ક્રુડ તેલના ભાવ વધવા, યીલ્ડ વધવાના કારણે મેક્રો માપદંડો જોખમાયા છે. ક્રુડ તેલના ભાવ 70-80 ડોલર પર ઉંચો રહે તો તેની વિપરીત અસર જોવા મળી શકે. આગામી એકથી દોઢ વર્ષના ગાળા માટે ભારે વોલેટીલીટી જોવા મળશે.

દિપેન શેઠના મુજબ 10 વર્ષનો વ્યુ રાખીને લાંબાગાળા માટે રોકાણ કરવાની સલાહ છે. કન્ઝ્યુમર ગ્રોથ મજબૂત રહેતા આઈટીસી, એચયુએલ, ડાબર જેવા સ્ટોકને લાભ થશે. છેલ્લા બે વર્ષથી પતંજલિનો માર ખાધા બાદ ડાબરમાં હવે સ્થિરતા જોવા મળી. એચસીએલ ટેકમાં ખરીદીની સલાહ છે. બેન્કિંગ સેક્ટરમાં સારી સિસ્ટમનો અભાવ છે.

દિપેન શેઠનું માનવુ છે કે ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક બેન્ક, સીટી યુનિયન, આરબીએલ બેન્કમાં ખરીદીની સલાહ છે. ફેડરલ બેન્કમાં આગામી સમયમાં ગ્રોથની અપેક્ષા છે. બેન્ક ઓફ બરોડમાં ખરીદીની સલાહ છે.