બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજારમાં પૈસા લગાવાનો મોકો, લાંબી અવધિ પર રાખો નજર

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારની આગળની ચાલ અને દિશા પર વાત કરતા માર્કેટ એક્સપર્ટ ઉદયન મુખર્જીએ કહ્યું કે મિડકેપ અને સ્મૉલકેપમાં ઘટાડો વધી શકે છે. નિફ્ટીમાં 11,100થી 10,550/10,600 સુધીનો ઘટાડો આવી ચુક્યો છે. હાલ માર્કેટમાં રિકવરી આવી શકે છે. 10,500 અને 10,550થી માર્કેટમાં ખરીદદારી આવી શકે. મિડકેપ અને લાર્જકેપમાં પસંદગી શૅર્સમાં રોકાણ કરવું.

ઉદયન મુખર્જીનું કહેવુ છે કે એનબીએફસીમાં અનેકવાર ચેતવણી આપેલી છે. એનબીએફસીમાં બબલ જોવા મળી રહ્યું છે. એનબીએફસી અને પીએસયુ બેન્કમાં પહેલીથી સતર્ક રહેવાની સલાહ રહી છે.

ઉદયન મુખર્જીના મતે બજેટ, ફિસ્કડેફિટના સંકેતથી રેટ કટ નહી જોવા મળે. વર્ષ 2018માં એક રેટ હાઇક જોવા મળશે. આરબીઆઈ દ્વારા હવે રેટ કટ નહીં જોવા મળે. વર્ષ 2018માં ખરીદદારીની તક રહેલી છે. વર્ષ 2018માં માર્કેટ વોલેટાઇલ રહેશે. આ વર્ષે સારી કંપનીમાં રોકાણની તક રહેલી છે.

ઉદયન મુખર્જીના મુજબ માર્કેટમાં ઘીમી ગતીએ ખરીદી કરે. માર્કેટમાં ઘટાડો પુર્ણ નથી થયો. એનબીએફસી અને પીએસયુ બેન્કથી દુર રહેવું. કન્ઝ્યુમર જેવા સેક્ટરમાં રોકાણ કરવું. સારા વેલ્યુએશન મલવાના છે તેવા શૅર્સ પર રોકાણ કરવું.