બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ગ્લૉબલ ઇકોનૉમી તરફથી પૉઝિટીવ સંકેત: અમિષ મુનશી

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં નિફ્ટી 10659 સુધી પહોંચવામાં કામયાબ રહ્યા જ્યારે સેન્સેક્સે 34487.5 સુધી પહોંચ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાના વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર અમિષ મુનશી પાસેથી.


અમિષ મુનશીનું કહેવું છે કે ગ્લોબલ ઈકોનોમીમાં મજબૂતી યથાવત રેહશે. ગ્લોબલ ઈકોનોમીમાં પોઝિટીવ સંકેતો મળી રહ્યા છે. લાંબાગાળા માટે ઘટાડા સાથે ખરીદીની સલાહ બની રહી છે. એગ્રી ક્લચરને ધ્યાનમાં રાખીને બજેટ આવશે તો તેની પોઝિટીવ અસર જોવા મળશે. 2018-19માં અર્નિગ ગ્રોથ સારો જાવા મળી રહ્યો છે.


અમિષ મુનશીનું કહેવું છે કે 2017 માં વરસાદ, મોંઘવારી દર યથાવત રહ્યા તે માર્કેટ માટે પોઝિટીવ વ્યૂ છે. આઈટી, ફાર્મા, સિમેન્ટ સેકટરમાં ખરીદીની સલાહ મળી રહી છે. 2018માં ગ્લોબલ ઈકોનોમીમાં સુધારો જોવા મળી શકે છે. આવનારા સમયમાં યૂએસ માર્કેટમાં ટેક્સની શું અરસ જોવા મળી શકે છે. એના પર ધ્યાન રાકવું છે. 2015-16-17 કરતા 2018માં ઘણો સુધારો જોવા મળશે. 


અમિષ મુનશીનું કહેવું છે કે 2018માં વરસાદ સારો ન આવે તો ગ્લોબલ ઈકોનોમીમાં થોડી અસર જોવા મળી શકે છે. લાંબા ગાળા માટે રોકાણકારોએ રોકાણ કરવું જોઇએ. 2018 કરતા 2019-2020માં અર્નિગ ગ્રોથમાં વધારો જોવા મળી શકે છે. અને અર્નિંગથી માર્કેટમાં ઘણો સારો સપોર્ટ મળશે.