બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

જુલાઇથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિકવરીની શક્યતા: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી 2.3 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.


દેવેન ચોકસીનું કહેવુ છે કે લોકડાઉનના નિયમો સાથે જ રહેવું પડશે. કામ કરવામાં પણ અનેક ફેરફાર કરવા જ પડશે. સ્થિતિ સામાન્ય નથી થઇ પરંતુ આંશિક રાહત મળી છે. જુલાઇથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિકવરીની શક્યતા છે.


દેવેન ચોકસીના મતે જુલાઇથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિકવરીની શક્યતા છે. ઇકોનોમીમાં રિકવરી લાવવા માટે માર્કેટની વેલ્યુ વધારી શકાય. માર્કેટની વેલ્યુ વધારવાથી લોકોનું પર્ચેસિંગ પાવર વધે છે. માર્કેટમાં સ્થિરતા માટે હાલ પુરતું LTCG બંધ કરવાની જરૂરત છે.


દેવેન ચોકસીના મુજબ માર્કેટમાં સ્થિરતા માટે DDT પણ કંપનીને ચાર્જ કરવો જોઇએ. સ્ટ્રેસ્ડ એસેટમાં પૈસા વધુ આવવાથી પણ રિકવરી આવી શકે. રિકવરી માટે બેન્કને બચાવવા માટે ઇક્વિટીમાં પૈસા લાવો. જમીની સ્તર પર કામ થશે તો રિકવરી આપોઆપ આવવા લાગશે.