બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

એકસાથે રોકાણ કરવા કરતા ધીરે ધીરે પૈસા રોકવા: પારસ એડનવાલા

ના રોજ પ્રકાશિત Tue, 01, 2019 પર 10:28  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ બજારની ચાલ કેવી રહેશે તેના પર ચર્ચા કરીશું કેપિટલ પોર્ટફોલિયો એડવાઇઝર્સના એમડી પારસ એડનવાલા પાસેથી.

પારસ એડનવાલાનું કહેવુ છે કે મિડકેપ અને સ્મોલકેપમાં બોટમ બન્યુ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીની સલાહ છે. ભારતમાં હાલમાં સ્લોડાઉન ખરેખર ચિંતાજનક છે.

પારસ એડનવાલાના મતે ઈન્ડાસિસની દ્વષ્ટિકોણથી મિડ-સ્મોલ કેપમાં નરમાશ છે પરંતુ સ્ટોક સ્પેસિફિક ખરીદીની તક છે. રૂપિયાના ઘટાડાના કારણે IT, ફાર્મા, ઓટો એન્સીલરીમાં ખરીદીની તક ઝડપાય છે. GNA ઍક્સલ્સમાં ખરીદીની સલાહ છે.

પારસ એડનવાલાના મુજબ સરકાર હવે પ્રો-એક્ટીવ થઈને ઈન્ડસ્ટ્રીની સમસ્યા દૂર કરી રહી છે. એકસાથે રોકાણ કરવા કરતા ધીરે ધીરે પૈસા રોકવા. પીએસયુમાં મેનેજમેન્ટમાં વ્યાવસાયિકતા લાવવાની જરૂરત છે. પીએસયુના ફંડામેન્ટલમાં ફેરફાર કરવાથી ખાનગીકરણ, વિનિવેશની જરૂરત નહિ રહે. હાલમાં બોટમ ફિશિંગ માટે યોગ્ય સમય છે.