બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ખાનગી બેન્ક, કન્ઝ્યુમર કંપનીઓમાં ધીમી પણ મક્કમ રિકવરી: આનંદ શાહ

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 10:19  |  સ્ત્રોત : CNBC-Bajar

બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.26 ટકાની ગ્રોથ જોવા મળી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એનજે એડવાઈઝરીના સીઈઓ, આનંદ શાહ પાસેથી.


આનંદ શાહનું કહેવુ છે કે કોરોનાવાયરસ પર વિશ્વભરમાં વૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે. કોરોનાવાયરસના કારણે ઉત્પાદન ક્ષેત્રની ગતિ મંદ પડી શકે છે. ઈકોનોમી, અર્નિંગનો અભ્યાસ સૂચવે છે કે હાલનો ગ્રોથ તમામ આંકડા કરતા વિપરીત છે. એનબીએફસી ક્ષેત્રની સમસ્યા ઉકેલવાનો સતત પ્રયાસ નજીકના સમયમાં સકારાત્મક દેખાશે.


આનંદ શાહનું કહેવુ છે કે આસબીઆઈની પોલિસી અને બજેટમાં કોઈ ખાસ રાહતોની જાહેરાત કરાઈ નથી. ખાનગી બેન્ક, કન્ઝ્યુમર કંપનીઓમાં ધીમી પણ મક્કમ રિકવરી જોવા મળી શકે છે. રીયલ એસ્ટેટ સેક્ટરમાં ભાવ એટલા ઉંચા છે કે વ્યાજ દરનો ઘટાડો કામ નહિ કરે. રીયલ એસ્ટેટ સેક્ટરમાં ડેવલપરે ભાવ ઘટાડવાની તાતી જરૂરીયાત છે.