બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

પીએસયૂ બેન્કમાં એનપીએની સમસ્યાનું સમાધાન જોવા મળશે: વિશાલ જાજૂ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2018 પર 10:47  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સમાં 100 અંકોથી વધારાની તેજી જોવાને મળી છે, જ્યારે નિફ્ટી 10500 ની નજીક સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 0.25 ટકાથી વધારાથી વધારાની સાથે કારોબાર કરી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના વિશાલ જાજૂ પાસેથી.


વિશાલ જાજૂનું કહેવુ છે કે હાલની સરકારનું છેલ્લુ બજેટ હોવાથી ઘણી આશા છે. 2017નું વર્ષ ઈક્વિટી માર્કેટ સાથે જોડાયેલા દરેક માટે સારુ ગયું છે. 2019 ચૂંટણી પૂર્વે આ વખતનું બજેટ ઘણું મહત્વનું છે. અને પોપ્યુલર બજેટની અપેક્ષા છે. પીએસયૂ બેન્કમાં હવે એનપીએની સમસ્યાનું સમાધાન ધીરે ધીરે જોવા મળી રહ્યું છે. સ્ટીલ સેક્ટરમાં મોટી એનપીએ મામલો ઉકેલાય તેવી ધારણા છે.


વિશાલ જાજૂનું કહેવુ છે કે ગયા વર્ષે વીમા સેક્ટરના ઘણા આઈપીઓ આવ્યા, જેમાંના એકાદબે આઈપીઓએ નિરાશ કર્યા છે. પીએસયૂ બેન્કોનું હવે રી-રેટિંગ શક્ય છે. આ વખતના બજેટમાં કૃષિ ક્ષેત્ર સહિત ગ્રામીણ વિકાસ તરફ વધુ ધ્યાન અપાશે. માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. 2019માં જનરલ ઇલેક્શ પણ આવી રહ્યા છે.


વિશાલ જાજૂનું કહેવુ છે કે હવે આ બજેટ પર ઘણી આશા રાખ્યે છે. જે પણ કંપનીઓમાં રોકાણકારો રોકાણ કરી રહ્યા છે એવી કંપની પર વઘારે ફોકસ રાખશે. પીએસયૂ બેન્કમાં જે એનપીએના કારણે પ્રોફીટ ન આવતું હતું. અને જો આ પ્રોવિઝનના અંકો નીચે જતો રહેશે તો પ્રોફીટ આવી શકે છે.