બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટનના ઘટાડામાં રોકાણકારોને ખરીદીની તક: હેમાંગ જાની

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 10:45  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં નિફ્ટી 10400 ની નીચે લપસ્યા જ્યારે સેન્સેક્સમાં 550 અંકોથી વધારાનો ઘટાડો જોવાને મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 1.5 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું શેરખાનમાં રિટેલ બિઝનેસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હેમાંગ જાની પાસેથી.

હેમાંગ જાનીનું કહેવુ છે કે ઘણા સમય બાદ ગ્લોબલ માર્કેટ અને આપણા માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો. માર્કેટમાં ઘટાડામાં ખરીદીની સલાહ છે. બજેટ પહેલા મિડકેપમાં કરેક્શન જોવા મળ્યુ છે.

હેમાંગ જાનીની પસંદગીના શેર્સમાં યુપીએલ, અરવિંદ, એચડીએફસી, એલએન્ડટી, ગોદરેજ કન્ઝ્યુમર, મેરિકો અને એચયુએલ નો સમાવેશ થાય છે. ફાર્મા સ્ટૉક્સમાં નેટ્કો, બાયોકોન, ઓરોબિંદો ફાર્મા અને સિપ્લાનો સમાવેશ થાય છે. ઑટો શેરોમાં એમએન્ડએમ, અશોક લેલેન્ડ અને એસ્કોર્ટ્સનો સમાવેશ થાય છે.


ડેરી સેક્ટરમાં પરાગ મિલ્ક પસંદીદા શેર છે. પીએસયુ બેન્ક અન્ડરપરફૉર્મ કરી રહ્યા છે. એસબીઆઈ બેન્ક પર ખરીદીની સલાહ છે. એલએન્ડટી, કેએનઆર કન્સ્ટ્રક્શન અને આઈઆરબી ઈન્ફ્રા છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગોદરેજ પ્રોપર્ટીઝ પસંદ છે. વિપ્રો, ટીસીએસ અને થર્મેક્સથી દૂર રહેવાની સલાહ છે.