બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ક્વાર્ટર 1 ના પરિણામ સારા આવે એવી અપેક્ષા: નિરવ શેઠ

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 10:36  |  સ્ત્રોત : CNBC-Bajar

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.10 ટકા અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.4 ટકાના મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. તેલ-ગેસ શૅરમાં આજે બજારને ટેકો મળી રહ્યો છે. બીએસઇના ઑઇલ અન્ડ ગેસ ઇન્ડેક્સ 0.71 ટકાના વદારા સાથે કારોબાર કરી રહ્યું છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એસબીઆઈ કેપિટલ સિક્યોરિટિઝીના ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીના હેડ, નિરવ શેઠ પાસેથી.


નિરવ શેઠનું કહેવુ છે કે ઈન્ટરેસ્ટ રેટ ઓછા થવા જોઈએ તો જ માર્કેટમાં સૌથી પોઝેટીવ અસર દેખાશે. સિમેન્ટ સેક્ટરના ક્વાર્ટર 1 ના પરિણામ સારા આવે એવી અપેક્ષા છે. નાણાકિય વર્ષ 2021 માં શું થશે એ સૌથી વધુ મહત્વનું છે. નાણાકિય વર્ષ 2021 માં મોમેન્ટમ ખબર પડશે ત્યારે સુધારો જોવા મળશે. ગ્લોબલી પણ તેજીનો માહોલ નથી.


નિરવ શેઠનું કહેવુ છે કે ગ્લોબલ એનવાયરમેન્ટ બ્રેક માટે સારું છે. ઈકોનોમી તેજીમાં છે પરંતુ ફુગાવો નીચે છે. આવનારા સમયમાં ભારતમાં ક્રેડિટ ગ્રોથ અને ઈકોનોમી ગ્રોથ દેખાશે. મેટલ્સ, કોમોડિટીઝ પર નેગેટીવ વ્યુ છે. રિયલ એસ્ટેટમાં શું થશે એ જ ચિંતાનો વિષય છે.