બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

RBIએ અત્યાર સુધીમાં 2% સુધીના રેટ કટ કર્યા છે, હવે હાઇકની શક્યતા

ના રોજ પ્રકાશિત Mon, 08, 2018 પર 10:21  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી પહેલીવાર 10600 ની પાર જવામાં કામયાબ થયા છે. સેન્સેક્સે પણ 34331.85 ના સ્તર પર પહોંચી નવા રિકૉર્ડ ઉચ્ચત્મ સ્તર બનાવ્યું છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું પિયરલેસ મ્યુચ્યુઅલ ફંડના કિલ્લોલ પંડ્યા પાસેથી.

કિલ્લોલ પંડ્યાનું કહેવુ છે કે ક્રૂડની અસર ફુગાવા પર ચોક્કસથી જોવા મળશે. બોન્ડ માર્કેટમાં ઘણા વખતથી વિપરીત સંજોગો ચાલી રહ્યા છે. બોન્ડ માર્કેટમાં 1-3 વર્ષના બોન્ડમાં ખરીદીની સલાહ છે.

કિલ્લોલ પંડ્યાના મતે રૂપિયા સહિત વિશ્વની મોટાભાગની કરન્સી ડોલર સામે મજબૂત છે. ડૉલર સામે રૂપિયા 63ના સ્તર હાંસલ કરે તેવી શક્યતા છે. ડૉલર સામે રૂપિયાની મજબૂતાઈ નિકાસકાર માટે નેગેટિવ છે. ડૉલર સામે રૂપિયા 62 કે 61 તાત્કાલીક થાય તેવી શક્યતા નથી, આંશિક વૃધ્ધિની સંભાવના છે.


કિલ્લોલ પંડ્યાના મુજબ આરબીઆઈએ અત્યાર સુધીમાં 2% સુધીના રેટ કટ કર્યા છે, હવે હાઇકની શક્યતા છે. બજેટમાં રેવેન્યુ ક્યાંથી ઉભી કરવી તેના પર વધુ ધ્યાન આપવું. 6.50-7 ટકા વળતર ફિક્સ્ડ ઈન્કમ સ્કીમમાંથી મળી શકશે. બોન્ડ માર્કેટમાં એફઆઈઆઈ ઈનફ્લોનું પ્રભુત્વ નથી.