બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આરબીઆઈ આગામી પોલિસીમાં 25-40 bpsનો રેટ કટ કરે તેવી શક્યતા: રાજ મહેતા

ના રોજ પ્રકાશિત Thu, 26, 2019 પર 10:21  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું PPFASના ફંડ મેનેજર રાજ મહેતા પાસેથી.


રાજ મહેતાનું કહેવુ છે કે 1991 બાદ સરકારે ટેક્સ કટમાં કરેલો સૌથી મોટો સુધારો છે. કોર્પોરેટ ટેક્સ કટની લાંબાગાળાની અસર મોડેથી જોવા મળશે. કોર્પોરેટ ટેક્સ કટની ટૂંકાગાળાની અસર પચી ગઈ છે. ઓટો, કેપિટલ ગૂડ્સ, ઈન્ફ્રા સેક્ટરમાં રોકાણ રિવાઈવ થતા વાર લાગશે. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ ઓટો સેક્ટરના આંકડા ઘટતા જોવા મળ્યા.


રાજ મહેતાના મતે પીએસયુ બેન્કો હાલમાં એમએન્ડએ પ્રવૃતિમાં વ્યસ્ત છે. કોર્પોરેટ ટેક્સ કટથી ચોક્કસ સેન્ટીમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. આરબીઆઈ આગામી પોલિસીમાં 25-40 bpsનો રેટ કટ કરે તેવી શક્યતા છે. કો-ઓપરેટીવ બેન્કના બદલે ખાનગી બેન્ક, PSU બેન્કોમાં નાણા રાખવાની સલાહ છે. ઓટોમાં PV સેગમેન્ટ અમને પસંદ છે.


રાજ મહેતાના મુજબ હાલનું સ્લોડાઉન સાયક્લીકલ છે. CDSLમાં રોકાણની શરૂઆત કરી. PSUથી હાલ દૂર રહેવાની સલાહ છે. નાણાકીય ખાધ વધતા સરકારે વિનિવેશ પર ભાર મૂકવો પડશે. નાણાકીય ખાધ વધતા સરકારે વિનિવેશ પર ભાર મૂકવો પડશે. અમારા પોર્ટફોલિયોમાં એમેઝોન, ગૂગલના સ્ટોક છે,એપ્પલમાંથી બહાર નીકળી ગયા.