બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આજે RBI 0.25% સુધીનો અંતિમ રેટ કટ આવે તેવી શક્યતા: રાજ મહેતા

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 10:19  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું PPFASના ફંડ મેનેજર રાજ મહેતા પાસેથી.


રાજ મહેતાનું કહેવુ છે કે જીડીપી અને ઇન્ફ્લેશન પર આઉટલુક કેવું રહેશે તે જોવું જરૂરી રહ્યું. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 135 bps સુધીનો રેટ કટ આવ્યો.


રાજ મહેતાના મતે આજે RBI 0.25% સુધીનો અંતિમ રેટ કટ આવે તેવી શક્યતા. ઑટો મોબાઇલમાં આવનારા 6 મહિનામાં રિકવરી આવશે.


રાજ મહેતાના મુજબ વિદેશી શૅરબજારમાંથી સારુ વળતર છેલ્લા દોઢ વર્ષમાં મળ્યું. ટ્રમ્પના વારંવારના નિવેદનો માહોલ બગાડે છે. પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ, ઑટો, ITનો પોર્ટફોલિયોમાં સમાવેશ છે.