બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મોંઘવારી નિયંત્રણની બહાર જાય તો આરબીઆઈ વ્યાજદર વધારી શકે

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 10:16  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં નિફ્ટી 10519 સુધી જવામાં કામયાબ રહ્યા જ્યારે સેન્સેક્સે 34250.5 સુધી દસ્તક આપી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેઆર ચોક્સી શૅર્સ ઍન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે કંપનીના અર્નિંગ સુધારતા આવનારા ક્વાટરમાં વધુ સુધરશે. સારી કંપનીને પસંદ કરતા 20% સુધીને રિટર્નની અપેક્ષા. સિપ્લાનો પણ અર્નિંગ ગ્રોથ ઘણો સારા આવ્યો. ઑટોમાં બજાજ ઑટો, આઇશર, અશોક લેલેન્ડના પરિણામ ઘણા મજબૂત છે.

દેવેન ચોક્સીના મતે કેપિટલ ગુડ્સ અને ખાસ કરીને પાવર જનરેશન સપ્લાયર્સમાં પણ સારા આંકડા છે. મોંઘવારી નિયંત્રણની બહાર જાય તો આરબીઆઈ વ્યાજદર વધારી શકે છે. ખાદ્ય મોંઘવારી સારા ઉત્પાદનને લીધે ઓછી રહી શકે છે.

દેવેન ચોક્સીના મુજબ ઇન્ડસ્ટ્રીયલ રિકવરી આવી છે, જેથી સપ્લાઇ વધતાં ભાવવધારો થયો છે. મોંઘવારી પ્રત્યે આરબીઆઈ વધુપડતી સંવેદનશીલ થઈ રહી હોય એમ લાગે છે. સરકાર મધ્યમ અને નાના ઉદ્યોગો પ્રત્યે સજાગ છે. નોટબંધી અને જીએસટીથી થયેલી નેગેટિવ અસર બાદ સરકારે ત્વરિત નિર્ણયો લીધા છે.