બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આવતા વર્ષે આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થઈ શકે: રાજ મહેતા

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 11:26  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ 35590 ની આસપાસ અને નિફ્ટી 10690 ની નજીક જોવામાં આવી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું PPFASના ફંડ મૅનેજર રાજ મહેતા પાસેથી.

રાજ મહેતાનું કહેવુ છે કે ટ્રેડ વૉરનો હજુ કોઈપણ ઈલાજ દેખાતો નથી. ફેડ દ્વારા પોતાનું વલણ બદલવામાં આવ્યું છે, એટલે હવે વ્યાજદર વધશે. ક્રૂડમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે. આવનારા 6 મહિના સુધી ઉતાર-ચઢાવ માર્કેટમાં જોવા મળશે.

રાજ મહેતાના મતે આરબીઆઈ પોતાનું વલણ બદલવાનું હતું, પરંતુ બદલ્યું નથી. આવતા વર્ષે આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. લોન માટે લીધેલો ફાયદો ગ્રાહકો માટે ફાયદાકારક છે.

રાજ મહેતાનું માનવુ છે કે આરબીઆઈ લિક્વિડિટી માર્કેટમાં એન્ટર થાય છે કે નહીં તે જોવા જેવું છે. એનબીએફસીએસના કોસ્ટ ઓફ ફંડ વધશે અને ગ્રોથ પણ ઘટશે. એનબીએફસીએસએ પોતાનો ગ્રોથ ઘટાડવો પડશે.

રાજ મહેતાના મુજબ અમારું અલોકેશન ખાનગી બેન્કમાં વધારે છે. પ્રાઈવેટ સેક્ટર બેન્ક માટે ઘણો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ફાર્મા અને ટેક્નોલોજી કંપનીઓમાં પણ રોકાણ છે. ઓટો સેક્ટરમાં પણ સારું એવું અલોકેશન કર્યું છે. હિરો મોટો કોર્પ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ છે. કમર્શિયલ વ્હીકલ પર અમારું વધારે ફોકસ નથી.

રાજ મહેતાનું કહેવુ છે કે પેસેન્જર કાર અને ટુ વ્હીલરમાં આવનારા સમયમાં વધારે ગ્રોથ જોવા મળશે. ગ્રામીણ સેક્ટરમાં વિકાસ થશે એટલે ત્યાંથી પણ ઓટોમાં ગ્રોથ આવશે. કન્ઝ્યમુર્સ સેક્ટરમાં હાલ કિંમતો ઘણી ઊંચી લાગી છે. ફાર્મા સેક્ટરમાં અમારું રોકાણ છે, આવનારા સમયમાં સારો ગ્રોથ છે.