બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આરબીઆઈ હવે ગ્રોથ પર ધ્યાન કેન્દ્રીત કરશે: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 15, 2019 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11670 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 70.40 અંકોનો વધારો દેખાયો રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટમાં નફો ગાંઠે બાંધવાની રૂખ જોવા મળશે. આઈટી કંપનીઓને ગ્લૉબલ ઇકૉનોમી તરફથી સારો સપોર્ટ મળી રહ્યો છે. સિલેક્ટ આઈટી કંપનીઓ માટે સારો સમય ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ટ્રેડિંગના રહેશે.

દેવેન ચોક્સીના મતે કંપનીના Jio અને રિટેલ કારોબાર સારો દેખાવ કરી રહ્યા છે. ટીસીએસ, ઇન્ફોસિસમાં 10-12%ના દરે ગ્રોથ ચાલુ રહે તેવી ધારણા છે. આરબીઆઈ હવે ગ્રોથ પર ધ્યાન કેન્દ્રીત કરશે.