વિકાસ ખેમાણીનું કહેવુ છે કે 2022નું વર્ષ મોડરેટ રહ્યું હતુ. ભારતીય બજારનું પ્રદર્શન ગ્લોબલ માર્કેટ્સ કરતા સારૂ રહ્યું. માર્કેટમાં headwinds હજુ આ વર્ષે પણ રહેશે. બજારમાં હજુ થોડુ સ્લોડાઉન અપેક્ષિત છે. પહેલા છ મહિનામાં સ્લોડાઉન અપેક્ષિત છે.
વિકાસ ખેમાણીના મતે ફેડની પૉલિસી બાદ વધુ સ્પષ્ટતા આવશે. મોંઘવારીનો peak હવે પુરો થઇ ગયો છે. કોમૉડિટી ભાવ હવે ઘણા નીચે આવી ગયા છે. RBI હવે ગ્રોથ પર ફોકસ આપશે. મોંઘવારી કરતા સ્લોડાઉનની ચિંતા વધુ છે.
વિકાસ ખેમાણીનું માનવું છે કે બજારમાં માંગમાં સ્લોડાઉન છે, પરંતુ ડિ-ગ્રોથ નથી. એક્સપોર્ટની અસર ભારતના બજાર પર આવશે. ગત 2 વર્ષમાં સરકારે અર્થતંત્ર માટે ઘણાં પગલા લીધા. લૉજિસ્ટીક કોસ્ટ ઘટાડવા માટે પણ સરકારે પગલા લીધા છે. હાલ ભારતીય બજાર સાચી દિશામાં જઇ રહ્યાં છે.
વિકાસ ખેમાણીના મુજબ ભારતમાં સ્કીલ ડેવલપમેન્ટ ઘણા ઉંચા સ્તર પર છે. બેન્કિંગ સેક્ટર પર પૉઝિટીવ મત છે. IT, મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પૉઝિટીવ મત છે. કન્ઝ્યુમર, કેપિટલ ગુડ્સ પર સેલેક્ટિવ વલણ છે. કેમિકલ, APIમાં સારી તક મળી શકે છે.
વિકાસ ખેમાણીનું કહેવુ છે કે ITમાં સ્લોડાઉન આગળ પણ રહેશે. અનિશ્ચિતિતાના વાતાવરણમાં IT પર અસર થશે. રૂરલ ડિમાન્ડને લઇને પૉઝિટીવ રહેવુ જરૂરી છે. શહેરી ડિમાન્ડ વધવામાં થોડો સમય લાગશે. ડિફેન્સમાં હાલ ઓવર વેલ્યુએશન થયું છે.
વિકાસ ખેમાણીના મતે ફાર્મામાં અમુક જ કંપનીઓ પર ફોકસ છે. ન્યુ એજ કંપનીઓમાં પણ ઓવર વેલ્યુએશન થઇ રહ્યું છે. ઇન્શ્યોરન્સ સેક્ટર ગ્રોથમાં સારૂ પ્રદર્શન કરશે. ઓટો સેક્ટર સારા રિટર્ન્સ આપશે. રિયલ એસ્ટેટમાં થોડુ સ્લોડાઉન આવ્યું છે. રિયલ એસ્ટેટમાં હજુ પણ માંગ રહેશે.