બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

આરબીઆઈ વ્યાજદર ઘટાડશે: નિપુણ મહેતા

ના રોજ પ્રકાશિત Thu, 03, 2019 પર 10:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું બ્લુ ઓશન કેપિટલ એડવાઈઝર્સના ફાઉન્ડર અને સીઈઓ નિપુણ મહેતા પાસેથી.


નિપુણ મહેતાનું કહેવુ છે કે ગ્લૉબલ માર્કેટ પર ચોક્કસપણે દબાણ દેખાઇ રહ્યું છે. સોનાના ભાવ પર પણ આની અસર જોવા મળી રહી છે. સરકારના નિર્ણયથી રિટેલ રોકાણકારના હાથમાં પણ નાણાં આવશે. વિનિવેશના કારણે નાણાંકીય ખાધ પર વધુ અસર નહીં આવે.


નિપુણ મહેતાના મતે CAD પર તો વૈશ્વિક કારણોની અસર આવશે જ. ઘણાં નિર્ણયો બિઝનેસ માટેની સ્થિતિ બદલી શકે છે. આરબીઆઈનુ ફોકસ ગ્રોથ પર વધારે, મોંઘવારી અંકુશમાં રાખવાનુ છે. વધુ વરસાદને કારણે મોંઘવારીમાં સામાન્ય વધારો આવશે. તમામ આંકડાઓ સંકેત આપી રહ્યા છે કે આરબીઆઈ વ્યાજદર ઘટાડશે.


નિપુણ મહેતાનું માનવુ છે કે લોન મેળાના આયોજનથી ટૂંકાગાળામાં ચોક્કસ ફાયદો થશે. સપ્લાયર્સ ડિસ્કાઉન્ટ મોટા આપી રહ્યા છે, જેનાથી ગ્રાહકોને ફાયદો થશે. એક મહિના સુધી તો ગ્રાહકોની ખર્ચ શક્તિ વધશે. રિયલ એસ્ટેટમાં ટર્ન અરાઉન્ડ આવે એવું નથી લાગતું.


નિપુણ મહેતાના મુજબ ગ્રાહકોની મોટા ભાગની ખરીદી ડિસ્કાઉન્ટને લીધે વધી છે. ડિસ્કાઉન્ટ ઓછા થશે એટલે ફરી એક વાર ગ્રાહકોનો ખર્ચ ઘટશે. ટૂંકાગાળામાં બૂસ્ટર ડોઝ મળતા રહેશે તો કેપેક્સ ફરી આવશે. નવી મોડલની માગ વધી છે, જૂના માટે ડિસ્કાઉન્ટ વધ્યા છે.


નિપુણ મહેતાનું કહેવુ છે કે દરેક કંપનીનો હેતુ ઈન્વેન્ટરી ઘટાડવાનો છે. ડિસ્કાઉન્ટને કારણે વેચાણ વધશે પણ એ મંદી પૂર્ણ થયાના સંકેત નથી. ઓટો એન્સીલરી પર ઓટોની મંદી પર અસર આવી છે. ઓટોમાં એકાએક રિકવરી આવશે એવું નથી લાગતું.