બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટે હાલ પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાનો સમય આપ્યો: દીપક જસાણી

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 10:27  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ, દીપક જસાણી પાસેથી.


દીપક જસાણીનું કહેવુ છે કે બ્રોડર માર્કેટે પણ બજારની તેજીમાં ભાગ લીધો છે. સ્મોલ અને મીડકેપમાં ઘટાડાને કારણે વેલ્યુએશન સસ્તા થયા હતા. જે કંપનીના પરિણામ સારા આવી રહ્યા છે તેમાં ખરીદદારી આવી છે. સ્મોલકેપમાં કોર્પોરેટ ગવર્નન્સ અને લીવરેજની સમસ્યા છે.


દીપક જસાણીના મતે માર્કેટે હાલ પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાનો સમય આપ્યો છે. સરકારે રિયલ એસ્ટેટ માટે લીધેલા પગલા આવકારદાયક છે. જે ડેવલપરની બેલેન્સશિટ ખરાબ છે તેમને વધારે ફાયદો ન થાય. ટિયર-2 અને 3 શહેરોમાં અટકેલા પ્રોજેક્ટ ઘણાં વધારે છે.


દીપક જસાણીનું માનવુ છે કે રિયલ એસ્ટેટને કારણે અન્ય સેગમેન્ટમાં પણ માગ આવશે. આખા અર્થતંત્રમાં આ નિર્ણયની કેટલી અશર આવશે તે જોવું રહ્યું. આ નિર્ણયથી NBFCsને વધારો ફાયદો થશે. અટકેલા પ્રોજેક્ટો વધારે પડતા નોન લિસ્ટેડ ડેવલપર્સના છે.


દીપક જસાણીના મુજબ કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટને હજુ રિવાઈવ થતાં વાર લાગશે. ટુ વ્હીલરમાં ગ્રામીણ આવક વધવાને લીધે થોડું રિવાઈવલ આવી શકે છે. નિકાસ આધારીત ટુ-વ્હીલર કંપનીને વધુ ફાયદો થશે. સ્ટીલની કિંમતો પણ હજુ સુધરી નથી.


દીપક જસાણીનું કહેવુ છે કે મેટલ ટ્રેડિંગ માટે સારી છે, પણ રોકાણ માટે હજુ યોગ્ય નથી. ડિસ્ટ્રિબ્યુશ આધારીત કંપનીઓને વધારે વાંધો નથી. ઉર્જા ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓમાં થોડી ચિંતા છે. પાવરમાં રાજનૈતિક અને અન્ય દખલ વધારે છે.


દીપક જસાણીના મતે પાવર સેક્ટરમાં હાલની સ્થિતિમાં મોટી તેજી આવવાની શક્યતા નથી. બીએસએફઆઈ, ઓટો અને એફએમસીજીના પસંદગીના સ્ટોકમાં રોકાણ કરી શકાય. રેવેન્યુ અને માર્જિન ગ્રોથ ધરાવતી એફએમસીજીમાં રોકાણ કરી શકાય. આઈટીમાં ટ્રેડીંગ કરી શકો છો.