બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

રિઝલ્ટ સીઝન શરૂ થતા માર્કેટને નવા સંકેત મળશે: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 30, 2019 પર 10:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટ થોડા સમય માટે નર્વસ છે. લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ વધી રહ્યા છે. રોકાણકારોએ માર્કેટ પર સિલેક્ટિવ અપ્રોચ રાખવો. પીએમસી બેન્કમાં આરબીઆઈની લાલ આંખથી માર્કેટ નર્વસ.


દેવેન ચોક્સીના મુજબ રિઝલ્ટ સીઝન શરૂ થતા માર્કેટને ચોક્કસ નવા સંકેત મળશે. ઇકોનોમીની અંદર એકંદરે વાઇબ્રેન્સી છે. માર્કેટમાં કંસોલિડેશનની પ્રક્રિયા હાથ ઘરાઈ રહી છે. એસઆઈપીના આંકડા પણ સારા આવી રહ્યા છે. મજબૂત કંપનીઓ ઘણી સારી રીતે સ્લોડાઉન માંથી બહાર નીકળી શકશે.