ચૂંટણી પહેલાનું બજેટ હોવાથી લોકહીતનું બજેટ આવી શકે: નિપુણ મહેતા - since it is a pre-election budget a lokhith budget can come nipun mehta | Moneycontrol Gujarati
Get App

ચૂંટણી પહેલાનું બજેટ હોવાથી લોકહીતનું બજેટ આવી શકે: નિપુણ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

અપડેટેડ 12:48:26 PM Jan 17, 2023 પર
Story continues below Advertisement

નિપુણ મહેતાનું કહેવુ છે કે ગયા વર્ષનું બજેટ ગ્રોથ માટેનું હતું. આ વખતે સરકાર વધુ આક્રમક નિર્ણયો લઈ શકે છે. ચૂંટણી પહેલાનું બજેટ હોવાથી લોકહીતનું બજેટ આવી શકે છે. સરકારે લોકહીત અને નાણાંકીય સ્થિરતા વચ્ચે સંતુલન જાળવવું પડશે. સરકારની આ વખતી PLI સ્કીમ ઘણી સમજી વિચારીને બનેલી છે.

નિપુણ મહેતાના મતે PLI સ્કીમ ઘણાં બધા સેક્ટર માટે આવી છે. ઈન્ડસ્ટ્રીને સબ્સિડી આપે તેના પર ફોકસ રહેવું જોઈએ. ભારતમાં સારા એવા FDIs ફ્લો આવી રહ્યા છે. વેલ્યુએશન નીચા આવશે તો FIIsના પણ ફ્લો આવશે. અર્નિંગ્સ જો વધુ સારા આવે તો FIIs આઉટફ્લો ઓછા થશે.

Top 10 trading ideas: એક્સપર્ટના મનપસંદ આ શેરો પર લગાવો દાવ, 3-4 સપ્તાહમાં થઈ શકે છે મજબૂત કમાણી

નિપુણ મહેતાનું માનવું છે કે પ્રાઈવેટ કંપનીના કેપેક્સ માટે સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. વ્યાજદર વધુ હોવાથી કેપેક્સને અસર પડી રહી છે. વૈશ્વિક અર્થતંત્રમાં ટર્ન અરાઉન્ડ આવે ત્યારે જ એક્સપોર્ટ વધી શકે. LTCGમાં બજારને થોડા ફેરફાર થવાની આશા છે. LTCGથી સરકારની જોઈએ એટલી આવક નથી થઈ.

નિપુણ મહેતાના મુજબ LTCGમાં અસેટ ક્લાસને અંગે કોઈ ફેરફાર થાય. STTમાં ફેરફાર આવી શકે છે. ટેક્સ માળખામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ગ્રીન એનર્જી પર મોટી જાહેરાત આવી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2023 2:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.