બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ભારતની ઇકોનૉમીમાં હાલ સ્લો ડાઉન: પ્રદિપ શાહ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી 0.7 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11,700 ના સ્તરની ઊપર છે. જ્યારે સેન્સેક્સે 39100 ને પાર કર્યો. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ઈન્ડએશિયા ફંડ એડવાઈઝરના ચેરમેન અને ફાઉન્ડર પ્રદિપ શાહ પાસેથી.

પ્રદિપ શાહનું કહેવુ છે કે ભારતની ઇકોનૉમીમાં હાલ સ્લો ડાઉન છે. ગ્લોબલ માર્કેટના રોકાણકારો માટે સારું આઉટકમ છે. રીયલ ગ્રોથ રેટમાં સ્લો ડાઉન છે. ગામડાઓ રોડ સાથે કનેક્ટ થશે, આના પર વિગતવાર વિચાર કર્યો. સરકારનો મેનીફેસ્ટો ખૂબ જ ક્લીઅર છે.

પ્રદિપ શાહના મતે ઈન્ટરેસ્ટ રેટ ઘટાડવા જોઈએ એનાથી આપોઆપ માગણી વધશે. રીઝોલ્યૂશન ફાઈનલ ન થાય ત્યાં સુધી એનસીએલટી લાગૂ થવી જોઈએ નહીં. એનસીએલટીને કારણે અનેક પ્રોસેસ અટકેલી છે. મોનીટરી અને ફિસકલ પોલીસી સાથે કામ કરે તો જ ઈકોનોમીમાં ગ્રોથ થશે. આના પર સરકારે કામ કરવાની જરૂર છે.

પ્રદિપ શાહના મુજબ ફુગાવાને કન્ટ્રોલમાં કરવો એ એક જ ઉપાય નથી. ટ્રેડટોક બધા જ માટે ખરાબ છે. ટ્રેડવોરને કારણે દુનિયાભરમાં નેગેટિવ અસર થાય છે. ભારતમાં IT સેક્ટર્સ ઘણું પૉઝિટીવ છે. ફાર્મામાં ઈન્ટરનેશનલ લેવલમાં ધ્યાન આપવાની જરૂર છે. સરકારની અમલદારશાહી ખૂબ જ અપૂરતી છે.