બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મોંઘવારી અંકુશમાં રહેશે તો વ્યાજદર ધટવાની સંભાવના વધશે

ના રોજ પ્રકાશિત Tue, 01, 2019 પર 10:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં દબાણ જોવાને મળી રહ્યું છે. નિફ્ટી 10,850 ની આસપાસ દેખાય છે જ્યારે સેન્સેક્સમાં 39 અંકોની નબળાઈ દેખાય રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એવન્ડસ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રૅટજીસના કો-સીઈઓ વૈભવ સંઘવી પાસેથી.

વૈભવ સંઘવીનું કહેવુ છે કે 2018ના વર્ષમાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. પહેલા છ મહિનામાં વધારે ઉતાર-ચઢાવ રહેશે. ઘણી વાર વૈશ્વિક સંકેતોને લીધે ઉતાર-ચઢાવ જોવા મળે છે. ચૂંટણીના પરિણામોની અસર પણ દેખાશે. અમેરિકા અને યુરોપમાં અર્થતંત્ર નબળું પડી રહ્યું છે. તમામ મોરચે આંકડાઓ નબળા પડી રહ્યા છે. ચીન-US વચ્ચે સમાધાન થાય તો ગ્રોથ દેખાશે. યુપોપમાં લિક્વિડિટી નાંખવા છતાં ડેટા નબળા થઈ રહ્યા છે.

વૈભવ સંઘવીના મતે સ્લોડાઉન નહીં કહેવાય, પણ સાંપ્રતમાં ડેટા નબળા થયા છે. 2008થી 2018ની વચ્ચે દરેક સેન્ટ્રલ બેન્કે લિક્વિડિટી નાંખી છે. લિક્વિડિટી પાછી ખેંચાશે ઉતાર-ચઢાવ જોવા મળશે. એપ્રિલથી જૂનની વચ્ચે ગ્લોબલ લિક્વિડિટી નેગેટિવ થશે. દરેક કેન્દ્રિય બેન્કનું ફોકસ અલગ અલગ છે. USFED મોંઘવારી વધશે એટલે વ્યાજદર વધારશે. અમેરિકામાં ગ્રોથ ઘટશે એટલે વ્યાજદરમાં ઘટાડો થશે. 2018નું વર્ષ ડેવલપ માર્કેટ બનામ ઈમર્જિંગ માર્કેટનું રહ્યું.

વૈભવ સંઘવીનું માનવુ છે કે ઈમર્જિંગ માર્કેટને રિસ્ક અસેટ ગણાવામાં આવે છે. 2018ના છેલ્લાં બે મહિનામાં ઈમર્જિંગ માર્કેટમાં આવ્યા છે. આ સંકેત છે કે આવનારા વર્ષે ડેવલપ માર્કેટમાં વ્યાજદર નહીં વધે. સ્લોડાઉન આવશે તો ડાઓ વધુ ઘટી શકે છે. કોમોડિટી નબળી પડશે, ગ્રોથ ધીમો પડશે તો ડાઓ પર અસર પડશે. ભારતમાં બીજા હાફમાં અર્નિંગમાં સારી રિકવરી દેખાશે. નિફ્ટીમાં બેન્કિંગનું ભારણ વધારે અને ત્યાં અર્નિંગ ગ્રોથ નથી દેખાયો. બીજા હાફમાં આ સેક્ટરમાં અર્નિંગ્સમાં રિકવરી દેખાશે.

વૈભવ સંઘવીના મુજબ આપણું કેપેસિટી યુટિલાઈઝેશન વધ્યું છે તેનાથી પ્રાઈવેટ કેપેક્સ પણ વધ્યું. ખાનગી ક્ષેત્રમાંથી કેપેક્સની શરૂઆત થશે. બેન્કિંગ ફાઈનાન્શિયલ, કન્ઝ્યુમર અને ઈન્ડસ્ટ્રીય સેક્ટર પર બુલિશ. કન્ઝમ્પશનમાં ગ્રોથ ઓછો થઈ રહ્યો છે. CPI અંકુશમાં રહેશે એટલે વ્યાજદર ઘટશે, જેથી કન્ઝમપ્શન વધશે. આવનારી ક્રેડિટ પોલીસીમાં પા ટકા વ્યાજદર ઘટી શકે. મોંઘવારી અંકુશમાં રહેશે તો વ્યાજદર ધટવાની સંભાવના વધશે.

વૈભવ સંઘવીનું કહેવુ છે કે ક્રૂડ વધ્યું છતાં મોંઘવારી અંકુશમાં રહી છે. 60-70 ડોલર વચ્ચે ક્રૂડ રહેવાની સંભાવના. PSU બેન્ક પર અમે કન્સ્ટ્રક્ટિવ છીએ. ખાનગી બેન્કોને કોર્પોરેટ લોન ગ્રોથની મદદ મળશે. મેટલ્સ અને માઈન્સને શોર્ટ કરીશું.  નબળી લાયબિલિટી વાળી NBFCs અમને પસંદ નથી. સ્લોડાઉનના પગલે ડોલર નબળો પડશે અને રૂપિયો મજબૂત થશે. આવું થશે તો ડેટમાં પૈસા વધારે આવશે. સ્થાનિક બજારમાં કામ કરતી ફાર્મા કંપની પર અમે બુલિશ. આ ફેઝ છે જ્યાં ઓટોની માગ ઓછી થશે. સરકાર ફેરફાર થવા પર તુરંત ઈફેક્ટ આવી શકે છે.