બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ઓટો સેક્ટરમાં સારી એવી રોકાણની તક: હેમંત કાનાવાલા

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 10:27  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારે શરૂઆત સારી કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકા થી વધારે મજબૂત થઈને કારોબાર કરી છે. આજે નિફ્ટી 11450 ની નજીક દેખાય રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક લાઇફ ઇન્શોયરન્સના હેડ ઓફ ઇક્વિટી હેમંત કાનાવાલા પાસેથી.


હેમંત કાનાવાલાનું કહેવુ છે કે સરકારે અર્થતંત્રમાં મંદીની વાત સ્વીકારી. આરબીઆઈ હાલમાં લિક્વિડિટી અર્થતંત્રમાં નાખવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે અફોર્ડેબલ હાઉસિંગ માટે ઘણાં પગલા લીધા છે. સરકારે અફોર્ડેબલ હાઉસિંગ માટે ઘણાં પગલા લીધા છે.

હેમંત કાનાવાલાના મતે રિયલ એસ્ટેટના પ્રિમિયમ સેગમેન્ટમાં તકલીફો છે. આવનારા 3-4 મહિનામાં પરિસ્થિતિ સ્થિર થતી જોવા મળશે. યુએસના બેન્કિંગ સેક્ટરની મંદીને કારણે આઈટીમાં ટૂંકાગાળા માટે અસર છે. આઈટી સેક્ટરની યુએસને લઈને ચિંતા ઘણી લાંબી નહી ટકે.

હેમંત કાનાવાલાનું માનવુ છે કે બેન્કિંગ અને કન્ઝ્યુમર સેક્ટરના પરિણામથી ચિત્ર સ્પષ્ટ થશે. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો હેતુ એફડીઆઈને આકર્ષવા માટેનું મોટું પગલું છે. એફડીઆઈના ફ્લો ભારતમાં સારા રહી શકે છે. ચીનનું ભારણ એમએસસીઆઈ ઈન્ડેક્સમાં વધી રહ્યું છે.

હેમંત કાનાવાલાના મુજબ ભારતમાં ગ્રોથની ક્ષમતા વધારે છે, પણ સરકારે સારી નીતિઓ બનાવવી જોઈએ. કોર્પોરેટ બેન્કમાં આવનારા સમયમાં ખરીદી કરી શકાય છે. કોર્પોરેટ બેન્કમાં આવનારા સમયમાં ખરીદી કરી શકાય છે. ઓટો સેક્ટરમાં પણ સારી એવી રોકાણની તક છે.

હેમંત કાનાવાલાનું કહેવુ છે કે પ્રાઈવેટ સેક્ટર બેન્કમાં રોકાણ કરી શકાય છે. ઈન્શ્યોરન્સ અને એએમસી કંપનીઓ પર પણ ધ્યાન આપી શકાય. સ્પેશાલિટી કેમિકલમાં પણ સારી રોકાણની તક છે.