બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બેન્કે એસએમઈ સેક્ટરને લોન આપવાનું શરૂ: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 10:43  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ 0.3 ટકા અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સીના દેવેન ચોક્સી પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે ગત બે ત્રણ મહિનામાં વાયદા બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સતત ઘટાડાને લીધે રોકાણકારોનો વિશ્વાસ થોડો ડગમગી ગયો છે. બેન્કસ વ્યાજ દર ઘટાડે તો ગ્રાહકોને સારો ફાયદો થતા કન્ઝમ્પશન વધશે. મેક્રો અને કોર્પોરેટ ફેકટર્સ મજબૂત છે પણ માર્કેટના ટેક્નિકલસ નબળા જોવા મળે છે.


દેવેન ચોક્સીના મતે મિડ-સ્મોલકેપ કરતા બ્રોડર માર્કેટ વધુ સપોર્ટીવ હોય છે. છેલ્લા 5 માસમાં એફ એન્ડ ઓ સ્ટોકમાં જોવાયેલા જોરદાર ઘટાડાના કારણે રોકાણકારો માર્કેટથી દૂર થતા દેખાય છે. બેન્કે એસએમઈ સેક્ટરને લોન આપવાની શરૂઆત કરી છે. બેન્કે ધિરાણના દર ઘટાડવાની શરૂઆત કરી છે. બધા પરીબળો અનૂકૂળ રહે તો ભારત 8 ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કરી શકશે.


દેવેન ચોક્સીનું માનવુ છે કે માર્કેટમાં વોલ્યુમ ઘટવાના કારણે સ્ટોકના ભાવ પર નેગેટિવ અસર જોવા મળી રહી છે. માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફેરવવાનું કામ સેબીનું શરૂ થય ગયું છે. વિકલી ઓપ્શનથી સટ્ટાકીય કામકાજને વેગ મળશે. વિકલી ઓપ્શનના કારણે નિફ્ટી બેન્કમાં જે વોલેટીલીટી જોવા મળે છે તે હવે નિફ્ટીમાં જોવા મળશે.


દેવેન ચોક્સીના મુજબ આઈટીસી, બ્રિટાનિયા જેવી કંપની માટે આગામી સમય સારો છે. માર્કેટમાં દરેક ઘટાડે ઓટો સેક્ટર, ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટરના સ્ટોક ખરીદવા જોઈએ. રિલાયન્સ, બજાજ ગ્રુપના સ્ટ્રોંગ ફંડામેન્ટલના કારણે આ ગ્રુપ સ્ટોકની ખરીદી હિતાવહ છે.