બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બોન્ડ માર્કેટ નાણાંકીય ખાધ માટે ઇક્વિટી કરતાં વધુ પ્રતિક્રિયા આપશે: દેવાંગ મહેતા

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 14:00  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.75 ટકાની નબળાઈની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશુ સેન્ટ્રમ બ્રોકિંગના હેડ ઑફ એડવાઇઝરી દેવાંગ મહેતા પાસેથી.


દેવાંગ મહેતાનું કહેવુ છે કે માર્કેટમાં ગઇ કાલે ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટમાં ઘટાડાથી નીરાશા જોવા મળી છે. ઇક્વિટા માર્કેટ કરતા બોન્ડ માર્કેટમાં વધારો જોવા મળી રહ્યું છે. માર્કેટનો ઘટાડો બજેટની નિરાશા અને વૈશ્વિક બજાર ઘટાડાને કારણે જોવા મળ્યું છે.


દેવાંગ મહેતાનું કહેવુ છે કે માર્કેટને કરેક્શન માટે એક કારણ જોઇતું હતું, જે મળી ગયું છે. માર્કેટ હવે ઘણુંખરું વૈશ્વિક બજારનું અનુકરણ કરશે એમ લાગે છે. નાણાંકીય ખાધ લક્ષ્યાંકમાં વધારો કરવાના નિર્ણયની અપેક્ષા માર્કેટને હતી. બોન્ડ માર્કેટ નાણાંકીય ખાધ માટે ઇક્વિટી કરતાં વધુ પ્રતિક્રિયા આપશે. કંઝમ્પશન માટે ઘણા નિર્ણય લેવાયા હોય એમ ન કહી શકાય છે.


દેવાંગ મહેતાનું કહેવુ છે કે ગ્રામિણ અને કૃષિક્ષેત્ર માટે ઘણા નિર્ણય લેવાયા છે. રૂપિયા 80000 કરોડનો ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક સરકારે ખબ વ્યવાહારૂ હાખ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતી એફએમસીજી કંપનીઓ પસંદ કરી છે.